Post Views: 27
રીપોર્ટ નઈમ મુન્ડા દાહોદ
દેવગઢબારીયા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે રિહર્સલ યોજાયું
દાહોદ દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકા મથક ખાતે સ્વ જયદીપસિંહજી રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે થનાર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વનું રિહર્સલ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં યોજાયું હતું.
આ વેળાએ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે એ તિરંગો લહેરાવીને ખુલ્લી જીપમાં પોલીસ પરેડનું અભિવાદન ઝીલ્યું હતું.
આ સમયે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર નૃત્ય પ્રદર્શિત કરીને દેશભક્તિના રસથી તરબોળ કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ ,જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ, પ્રાંત અધિકારી સુશ્રી જ્યોતિબા ગોહિલ,જિલ્લા પુરવઠા અધિકારી મિતેશ વસાવા, જિલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્ર દામા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ,નાયબ પોલીસ અધિક્ષક મુકેશ વ્યાસ, દેવગઢબારીયા મામલતદાર સમીરભાઈ પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સહિત શાળાના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં
Editor & Chief Naeem Munda
Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333