દાહોદ ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે ત્રિદિવસી પ્રદર્શન ખુલ્લુ મુકાયુ
દાહોદ : દાહોદ જિલ્લામાં બેન્ક ઓફ બરોડા લીડ બેંક દ્વારા ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’નિમિત્તે ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ત્રિદિવસીય પ્રદર્શન લીડ બેંક ઓફિસ બેંક ઓફ બરોડા ગોદી રોડ શાખા દાહોદ ખાતે ખુલ્લુ મુકાયુ છે.
આ પ્રદર્શનમાં દાહોદ સહિતના નગરજનો જોડાય અને પ્રદર્શનનો લાભ લે એ માટે અનુરોધ કરવામાં આવ્યો છે. વિભાજનની ભયાનકતાના દિવસનું સ્મૃતિ પ્રદર્શન ખુલ્લૂ મૂકવામાં આવ્યુ છે. જેમાં શ્રી જીજ્ઞેશ પરમાર લીડ બેન્ક મેનેજર, શ્રી શૈલેન્દ્રસિંગ મુખ્ય પ્રબંધક, બેન્ક સ્ટાફ તથા નાગરિકો હાજર રહ્યા હતા.
Editor & Chief Naeem Munda
Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે અમારો સંપર્ક કરો સમાચારોની જાણકારી આપવા માટે સંપર્ક કરો આપેલા નંબરો ઉપર