જિલ્લા અદાલત, દાહોદ તથા તાબાની કોર્ટો ખાતે મોટર અકસ્માત વળતરના કેસ બાબત
દાહોદ : દાહોદ જિલ્લાના રહેવાસીઓને તથા લાગતા વળગતા તમામ લોકોને જાણ કરવામાં આવે છે કે, અત્રેની જીલ્લા અદાલત, દાહોદ તથા તાબાની તાલુકા કોર્ટો ખાતે મોટર અકસ્માત વળતર ના અમુક કેસો માં કોર્ટોના (હુકમ) મુજબ વળતરની રકમ ના નાણા જમા થઈ ગયેલ છે. પરંતુ સંબંધિત પક્ષકારોએ ઉપાડેલ નથી. જે લાગતા વળગતા તમામને વિનંતી કરવામાં આવે છે કે સત્વરે નાણા ઉપાડવા યોગ્ય કાર્યવાહી કરવી.
અત્રેની જીલ્લા અદાલત, દાહોદ તથા તાબાની તાલુકા કોર્ટો ખાતે નિકાલ (હુકમ) થયેલ મોટર અકસ્માત વળતર ના અમુક કેસોમાં વળતરની રકમ જમા થયેલ છે જે પક્ષકારો ને ચુકવવાની વ્યવસ્થા અત્રેની કચેરીએ કરેલ છે, જેનો પક્ષકારો એ વધુમાં વધુ લાભ લેવા (ડી.જે.મહેતા) ઈ.સા. પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ, દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Editor & Chief Naeem Munda
Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે અમારો સંપર્ક કરો તેમજ સમાચારોની માહિતી આપવા માટે પણ નીચે આપેલા નંબરો ઉપર સંપર્ક કરો