રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ
સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને સિંગવડમાં તિરંગા યાત્રા નીકળી
ભારત માતા કી જય’’ અને ‘‘વંદે માતરમ’’ના નારા સાથે દેશભક્તિના ગીતોથી સમગ્ર માહોલ દેશભક્તિમય બન્યો
દેશની એકતા, ઉન્નતિ અને ભાઈચારાની મિશાલ માટે સૌ ને ન્યાતજાતના ભેદભાવ વિના તિરંગા યાત્રામાં જોડાવા સાંસદએ આહવાન કર્યુ
દાહોદ:-હર ઘર તિરંગા અભિયાન હેઠળ સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને સિંગવડ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તિરંગા યાત્રામાં સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં આગેવાનો ગ્રામજનો જોડાયા હતા. તિરંગા યાત્રા દરમિયાન ‘‘ભારત માતા કી જય’’ અને ‘‘વંદે માતરમ’’ના નારા સાથે દેશભક્તિના ગીતોથી સમગ્ર માહોલ દેશભક્તિમય બની ગયો હતો.
આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના લોકોને દેશદાઝ અને દેશ-પ્રેમ માટે જાગૃત કરવા તિરંગા યાત્રા આયોજિત કરવામાં આવી છે. દેશને એક રાખવા, દેશની ઉન્નતિ માટે દરેક ઘર- ઓફિસ પર તિરંગો લહેરાવી ભાઈચારાની આદર્શ મિશાલ રજૂ કરીએ. તિરંગા યાત્રા દેશના સ્વાભિમાન માટે છે. કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક દેશવાસીઓ આ તિરંગા યાત્રામાં જોડાઈ તે માટે સાંસદએ આહવાન કરી તિરંગા યાત્રાને સફળ બનાવવા જણાવ્યું હતું.
આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર,તાલુકા પ્રમુખ,ઉપપ્રમુખ સરપંચ,જિલ્લા પંચાયતના સભ્યઓ,મામલતદાર,તાલુકાવિકાસ અધિકારી,પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત નગરજનો પણ જોડાયા હતા.