રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ
નાના નાના ભૂલકાઓને પણ લાગ્યો દેશભક્તિનો રંગ:દાહોદની આંગણવાડીના નાના ભૂલકાઓએ તિરંગાના ચિત્રો દોર્યા
દાહોદ:-આગામી સ્વાતંત્ર્ય પર્વ, ૧૫ મી ઓગસ્ટની ઉજવણી દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન દ્વારા થઈ રહી છે ત્યારે દાહોદ જિલ્લો પણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો છે.
આજનું બાળક આવતીકાલના ભારતનો નાગરિક છે ત્યારે નાનપણ થી જ બાળકોમાં દેશભક્તિના ગુણો વિકસે તે માટે દાહોદના ઘાંચીવાડની આંગણવાડી ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં આંગણવાડીના નાના નાના ભૂલકાઓએ દેશભક્તિ સંલગ્ન વિવિધ ચિત્રો દોરીને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી બન્યાં હતાં. આ ચિત્ર સ્પર્ધામાં ભુલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં પાપા પગલીના બહેન સુ શ્રી લક્ષ્મીબેન આંગણવાડી બહેન સુશ્રી હીરલ ભટ્ટ તેડાઘર બહેન શ્રી સહિત નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Editor & Chief Naeem Munda
Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333