દાહોદ જિલ્લામાં માહિતી નિયામક અંતર્ગત ફરજ બજાવતા સુરેન્દ્રભાઈ બલેવિયાની જૂનાગઢ માહિતી કચેરી ખાતે બદલી થતા તેમને દાહોદમાંથી પોતાની ફરજ પરથી વિદાય લઈ અને જૂનાગઢ ખાતે ફરજ પર હાજર થયા હતા ત્યારે દાહોદમાં નવનિયુક્ત નિર્વાચીત થયેલા માહિતી નિયામક તરીકે આર એ જેઠવાને મુકવામાં આવતા તેઓ પણ દાહોદની માહિતી કચેરી ખાતે ફરજ પર હાજર થયા હતા તેઓ ફરજ પર હાજર થતા માહિતી કચેરીમાં ફરજ બજાવતા અલગ અલગ ફિલ્ડના કર્મચારીઓએ તેમને આવકાર આપી શુભેચ્છાઓ પાઠવી હતી જોકે આર એ જેઠવા વડોદરા ખાતેની માહિતી કચેરીમાં માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા હતા તેઓ દાહોદ ખાતે માહિતી નિયામકનો ચાર્જ સંભાળવા માટે આવ્યા હતા તેમનો પણ દાહોદની માહિતી કચેરી ખાતે સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો
આ અવસરે કચેરીના અધિક્ષક મફત ભોઈ, માહિતી મદદનીશ સુશ્રી કાકુલ ઢાકિયા , જુનીયર ક્લાર્ક સુશ્રી ડી.એસ.પરમાર , જુઝર, રાકેશભાઈ, જયદેવભાઈ,સુશ્રી કૈલાશબેન સહિત કચેરીના કર્મચારીઓએ સુરેન્દ્રભાઈ બળેવીયાને શાલ ઓઢાડી તથા શ્રી ફળ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. અને સત્કાર સમારોહમાં દાહોદ જિલ્લા માહિતી કચેરીના કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Editor & Chief Naeem Munda Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો 9427846262…9879867333