Post Views: 24
રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ
દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની રંગે ચંગે આદિવાસી સમાજે ઉજવણી કરી
જળ, જંગલ, જમીન અને પર્યાવરણ સાથે જોડાયેલી આદિવાસી સમાજની ભવ્ય પ્રાચીન સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા માટે આદિવાસી દિવસનું અનોખું મહત્વ
રાજ્યના છેવાડે આવેલા અને બાહુલ આદિવાસી વસ્તીનું પ્રભુત્વ ધરાવતા સરહદી જિલ્લા એવા દાહોદ જિલ્લામાં આજે રંગે ચંગે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વમાં આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ, ગૌરવ, ઓળખ અને અસ્તિત્વને જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી વસ્તી ધરાવતા ૧૪ જિલ્લાઓમાં ૯ મી ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરાઇ હતી.
રાજયનો આદિજાતિ સમાજ સર્વાંગી અને નક્કર વિકાસ તરફ આગળ વધે તે દિશામાં ગુજરાતે સમગ્ર દેશમાં નેતૃત્વ લીધું છે. આદિજાતિ સમાજના આર્થિક વિકાસ, આરોગ્ય, આવાસ, પીવાનું પાણી, રસ્તા અને વીજળી જેવી આંતરમાળખાકીય સુવિધાઓ અને સેવાઓ સુદૃઢ આયોજન વડે પહોંચાડવામાં આવી રહી છે.
આદિવાસી સમાજનો દિવ્ય અને ભવ્ય ઈતિહાસ રહેલો છે. આઝાદીની લડતમાં અનેક આદિવાસીઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. આદિવાસી સપૂત બિરસા મુંડા, માનગઢના મહાનાયકશ્રી ગુરૂ ગોવિંદ એવા અનેક નવલોહિયા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કરવામાં આવ્યા હતા
ભૂતકાળની સરકારોએ આદિવાસી સમાજ માટે અલગ મંત્રાલયની રચના કરી હતી, જેથી આ સમાજને સૌથી મહતમ લાભ આપી શકાય. આદિવાસી સમાજનો આઝાદી જંગમાં ભવ્ય ઈતિહાસ રહ્યો છે. વિશ્વના અનેક રાષ્ટ્રોમાં સાંસ્કૃતિક ધરોહરની વિવિધતામાં એકતાના દર્શન કરાવતા આદિવાસીઓની ઓળખ અને ઇતિહાસ ગૌરવપૂર્ણ છે. પ્રકૃતિના ખોળે વસતો આ સમુદાય પડકારોને પહોંચી વળવાની ક્ષમતા ધરાવતી ખમીરવંતી પરિશ્રમી પ્રજા તરીકે ઓળખાય છે. ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાયનો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આરોગ્ય બાબતે ઉત્કર્ષ થાય અને તેઓ પણ અન્ય સમાજની હરોળમાં આવી શકે તે માટે કેન્દ્ર – રાજ્ય સરકારોએ “જ્યાં નાગરિક ત્યાં સુવિધા”નાં મંત્રને ચરિતાર્થ કર્યો છે.
દેશ અને રાજ્યની સરકારોએ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી અને ગુરુ ગોવીંદસિંહ યુનીવર્સીટીઓ બનાવવામાં આવી છે. જેમાં આદિવાસી સમાજના બાળકો સહિત અન્ય વિદ્યાર્થીઓ પણ ઉચ્ચકક્ષાનું શિક્ષણ મેળવી શકશે, તેમજ સરકારો દ્રારા સ્વાસ્થ્ય, કૃષિ ક્ષેત્રે આદિવાસી બાંધવોના જીવનમાં પ્રકાશ પાથરી ઊર્જા શક્તિ, મહિલા સશક્તિકરણ, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને સુદ્રઢ કરવા પોષણ સુધા યોજના, રોડ રસ્તાનું નિર્માણ, સિંચાઈ સુવિધા પુરી પાડી રહી છે. સાથોસાથ વનબંધુ કલ્યાણ જેવી મહત્વાકાંક્ષી યોજનાના નક્કર અમલીકરણ દ્વારા આદિવાસીઓને મુખ્યપ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોના લોકોનું સંતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આપણે સૌ એકત્ર થયાં છીએ ત્યારે આદિવાસી સમાજ વધુ સંગઠીત બને, વધુ ઉન્નતિ પામે અને “સૌનો સાથ સૌનો વિકાસ” મંત્રના માર્ગે સર્વાંગી વિકાસ પામે અને રાજ્ય અને દેશના વિકાસમાં પોતાની ભૂમિકા અદા કરે તેવા પણ વચનો અપાયા હતા સરકારના મંત્રીઓ દ્રારા અને મહા સાંસ્કૃતિક રેલીમાં દાહોદના રાજમાર્ગો ઉપર આદિવાસી સમાજની જન મેદની ઉમટી પડી હતી
Editor & Chief Naeem Munda
Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333