રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ
હર ઘર તિરંગા અભિયાન
દાહોદ જિલ્લામાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ધારાસભ્ય શ્રીઓ સહિત વરિષ્ઠ અધિકારીઓએ માં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરીને લોકોને અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો
દાહોદ:-રાજ્યમાં શરૂ થયેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ,ધારાસભ્ય શ્રીઓ સહિત વરિષ્ઠ અધિકારીઓએ દાહોદમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરીને લોકોને અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો.
આ અભિયાન વધુ વેગવંતુ બને અને નાગરિકો સ્વયંભૂ તેમાં જોડાય તેવા શુભ આશયથી પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ,ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કીશોરી,ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઇ ભાભોર,જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષકશ્રી ડો. રાજદીપસિંહ ઝાલા,નગર પાલિકા પ્રમુખ શ્રી નિરજ દેસાઈ સહિતના અધિકારીશ્રીઓએ દાહોદ તાલુકામાં વાહનચાલકોને રાષ્ટ્રધ્વજ આપીને દેશની આન, બાન અને શાનના પ્રતિક સમાન તિરંગાને પોતાના ઘર પર લહેરાવી રાષ્ટ્રભક્તિના મહાપર્વમાં જોડાવવા અપીલ કરી હતી.
દેશના સ્વાભિમાન કહી શકાય તેવો તિરંગો ફરકાવવો એ દરેક દેશવાસી માટે ગૌરવ સમાન છે. આ અભિયાન અન્વયે પોતાના ઘર-ઓફિસમાં તિરંગો ફરકાવીને આ ગૌરવ લેવાની તક આવી છે. ત્યારે દરેક નાગરીકોને પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ અવશ્ય ફરકાવવો જોઈએ.