બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:વિશ્વ આદિવાસી દિવસની મહાસાંસ્કૃતિક રેલીમાં આદિવાસી વેશભૂષા જોવા મળશે

રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રંગે ચંગે ઉજવાશે,આદિવાસી નૃત્ય અને વેશભૂષાને જીવંત રાખવાનો પ્રયાસ

વિશ્વ આદિવાસી દિવસ, એટલેકે વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ) આદિવાસી વસ્તીના અધિકારોને પ્રોત્સાહન અને રક્ષણ આપવા માટે દર વર્ષે 9 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. આ ઉજવણી પર્યાવરણીય સંરક્ષણ જેવા વિશ્વ મુદ્દાઓને સુધારવા માટે આદિવાસી લોકો દ્વારા કરવામાં આવેલી સિદ્ધિઓ અને યોગદાનને પણ ઓળખવામાં આવે છે. ડિસેમ્બર 1994 માં સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલી દ્વારા તેની પ્રથમ ઘોષણા કરવામાં આવી હતી,1982 માં માનવ અધિકારોના પ્રમોશન અને સંરક્ષણ પર સંયુક્ત રાષ્ટ્ર કાર્યકારી જૂથના સ્વદેશી વસ્તી પર સંયુક્ત રાષ્ટ્ર કાર્યકારી જૂથની પ્રથમ બેઠકનો દિવસ. ખાસ કરીને, તે ભારતના આદિવાસીઓ દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં રસ્તાઓ પર રેલીઓ કાઢવામાં આવે છે અને સ્ટેજ પર અદભૂત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. 9 ઓગસ્ટને સરકારો દ્વારા ભારતના અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી નથી.જે સંયુક્ત રાષ્ટ્રનો તિરસ્કાર છે. આદિવાસી સમુદાય એક અહિંસક પ્રકૃતિવાદી સમુદાય છે અને તેની વિશેષ સાંસ્કૃતિક ઓળખ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. આવી સ્થિતિમાં તમામ સરકારોએ આદિવાસી સમુદાયની લાગણીનું સન્માન કરવું જોઈએ.અને વિશ્વ આદિવાસી દિવસની ના ઉજવણીના ભાગરૂપે રજા જાહેર કરવી જોઈએ તેવી માંગ આદિવાસી સમાજના આગેવાનો પણ અનેક વાર કરી ચુક્યા છે, હવે જાણીશું વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કેટલાક ભાગ

દાહોદમાં દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે કારણ કે આખો જિલ્લામાં 95 ટકા જેટલી વસ્તી આદિવાસી સમાજની છે એટલે આ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અહીંયાની એક વર્ષોની સમસ્યા છે સિંચાઈનું પાણી આદિવાસી ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતું હોવાને લઈને તેઓ ખેતી ઉપર નિર્ભર નથી કરી શકતા એટલે તેમને જન્મભૂમિ છોડી કર્મભૂમી ઉપર જવું પડે છે અનેક સરકારો આવીને ગઈ પરંતુ તેમનો સર્વાંગી વિકાસ કોઈ નથી કરી શક્યું હવે વાત વિશ્વ આદિવાસી દિવસની કરીએતો દાહોદ જિલ્લાના ૯ તાલુકાઓમાં ૯ મી ઓગસ્ટના દિવસે સવારમાં રેલીઓ નિકાળવામાં આવે છે ત્યારબાદ બપોરના સમયે દાહોદમાં નીકળતી ભવ્ય સાંસ્કૃતિક રેલીમાં દાહોદ જિલ્લામાંથી અને રાજસ્થાન મધ્યપ્રદેશના આદિવાસીઓ પણ ઉજવણીમાં ભાગ લેવા આવતા હોય છે એટલે અંદાજિત 50 હજાર કરતા વધુ આદિવાસીઓ દાહોદની રેલીમાં ભાગ લેવા આવે છે અને ઉજવણી કરે છે હવે દાહોદમાં બે રૂટો ઉપરથી રેલી નીકળશે જેમાં ગોધરારોડ અને નવજીવન કોલેજ આ બન્ને રૂટો ઉપરથી રેલી બપોરના 1.30 વાગ્યે પ્રસ્થાન કરાવવામાં આવશે જેમાં કાર્યક્રમની રૂપરેખા જાણીએતો આયોજક સમિતિના જણાવ્યા અનુસાર વિશ્વ આદિવાસી દિવસને અનુરૂપ વક્તવ્ય બન્ને સભા સ્થળો ઉપર કરાશે જેમાં આ મહારેલીમાં આદિવાસીઓની ઓળખ સમા સાંસ્કૃતિક નૃત્ય વાંસળી વાદકોનું પ્રદર્શન તેમજ અન્ય નાના મોટા સાંસ્કૃતિક કાર્યક્રમો જયારે મહા રેલીઓ શરૂ થશે તો તેમાં પહેલા સૌથી આગળ આયોજક કમિટીના સભ્યો આગળ ચાલી અને મહા સાંસ્કૃતિક રેલીને રૂટ પ્રમાણે ચલાવવાનું કાર્ય કરશે, રેલીમાં સૌથી આગળ આદિવાસી સમાજના માજી સૈનિક સંગઠનની પરેડ ચાલશે અને તેમની સાથે સ્વયંસેવકો, ત્યારબાદ વિવિધ ઝાંખીઓ જેવીકે આરોગ્ય, વનવિભાગ, પોલીસ વિભાગ, નગરપાલિકા, આદિવાસી ક્લચર, શિક્ષણ વિભાગ, અને સાથેજ ટેબલો રાખવામાં આવ્યા છે ઝાંખીઓમાં અલગ અલગ પ્રકારની 10 થી વધુ ઝાંખીઓ ચાલશે અને તેમની સાથે સ્વયંસેવકો જોડાશે, સાથેજ આદિવાસી સમાજની રૂઢી પરંપરા એટલે ઢોલ શરણાઈ વાંસળી વાદકોની ટીમ અને તેમની સાથે પણ સ્વયંસેવકોની ટીમ રૂટના માર્ગદર્શન માટે ચાલશે સાંસ્કૃતિક નૃત્યની ટીમ, તેમની સાથે સ્વયંસેવકો ટીમ જોડાશે, સાંસ્કૃતિક પહેરવેશ અને આદિવાસી વેશભૂષામાં સજ્જ થયેલા આદિવાસી સમાજના લોકો અને તેમની સાથે પણ સ્વયંસેવકોની ટીમ જોડાશે સાથેજ ડીજે પણ રાખવામાં આવ્યા છે અને તેમની પાછળ પણ આદિવાસી સમાજના લોકો જોડાશે વિશ્વ આદિવાસી દિવસની સવારે આદિવાસી સમાજના લોકો વિવિધ પારંપારીક પુજા વિધિઓમાં ભાગ લેશે અને ત્યારબાદ આ સાંસ્કૃતિક બન્ને મહારેલીઓ બપોરે દોઢ કલાકે નીકળી બિરસા મુન્ડા ચોક ખાતે ભેગી થશે અને ત્યાંથી નીકળી યાદગાર ચોક નગરપાલિકા અને ફાયર સ્ટેશન થઈને તાલુકા પંચાયત આદિજાતિ ભવન ખાતે પુર્ણાહુતી માટે એકત્રિત થશે જોકે જ્યાં જ્યાં મહારેલીઓ ફરવાની છે તેના રસ્તાઓ શહેરમાં પ્રવેશવાના બંધ કરી દેવામાં આવશે ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવશે સાથેજ અલગ અલગ પોઈન્ટો ઉપર પોલીસના જવાનો મહારેલીમાં ખડે પગે રહી ફરજ બજાવશે કારણકે કાયદો અને વ્યવસ્થાની પરિસ્તિથી જળવાય રહે તો શાંતિપૂર્ણ માહોલમાં દર વર્ષે ઉજવાતી વિશ્વ આદિવાસી દિવસની મહારેલીમાં આ વખતે આયોજકોએ આદિવાસી ક્લચરને ઉજાગર કરવા માટે ખાસ ભાર મુક્યો છે જેમાં બદલાતા જમાણાના વેણમાં આદિવાસી ક્લચર પરંપરાઓ સાંસ્કૃતિક નૃત્યો ઢોલ વાજીંત્રો વેશભૂષાને હજુ પણ જીવંત રાખવા માટેનો પ્રયાસ કરાશે જેમાં આવનારી આદિવાસી સમાજની પેઢીઓમાં આદિવાસી સાંસ્કૃતિક અને વેશભૂષા જોવા મળે તેવા પ્રયાસ કરાશે

Editor & Chief Naeem Munda
Editor Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें