દાહોદના પાંદડી ગામમાં ગૌચર અને સરકારી પડતર જમીનમાં શિક્ષિત યુવક યુવતીઓ માટે લાયબ્રેરી ખોલવા જિલ્લા કલેક્ટરને આવેદન રૂપી રજુઆત કરાઈ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંદડી ગામના યુવક -યુવતીઓએ ભેગા મળી દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી કે આધુનિક યુગમાં શિક્ષિત યુવાનો-યુવતીઓને વધુ જાણકારી મળે, નોલેજમાં વધારો થાય. ટેકનિકલ રીતે તેમને જ્ઞાન મળે, સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષામાં પ્રોત્સાહન મળે, શિક્ષિત યુવાનો-યુવતીઓને સતત કંઈકને કઈક નવું જાણે તે હેતુથી વર્તમાન સમયમાં એક લાયબ્રેરીની જરૂરિયાત ઉભી થઇ છે, જે આજે શહેરોના દરેક વિસ્તારમાં લાયબ્રેરી હોય છે જેના કારણે ગ્રામ્યક્ષેત્ર કરતાં ત્યાંના શિક્ષિત યુવાનો-યુવતીઓને વધારે પ્રોત્સાહન મળે છે અને ગ્રામ્ય વિસ્તારના શિક્ષિત યુવાનો-યુવતીઓને આ કારણેથી પણ અવરોધરૂપ જણાય છે. તથા ગ્રામીણક્ષેત્રના યુવાનો-યુવતીઓ દરેક બાબતમાં ભરપુર કૌશલ્ય ધરાવે છે પરંતુ ગ્રામીણ ક્ષેત્રના યુવાનો- યુવતીઓને તાલીમ કે પ્રોત્સાહન મળી રહે એવું કોઇ માધ્યમ નથી તેમજ ગ્રામીણક્ષેત્રના યુવાનો-યુવતીઓ ફિઝીકલ રીતે તૈયાર જ રહે છે, પરંતુ તેને યોગ્ય રસ્તા ન મળવાને કારણે આગળ વધી શકતાં નથી તેથી પાંદડી ગામમાં ગૌચર અને પડતર જમીનમાં મેદાન અને લાયબ્રેરી બનાવામાં આવી તેવી માંગણી સાથે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી
Editor & Chief Naeem Munda Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો 9427846262…9879867333