બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:ડાંગરના પાકને સંકલિત જીવાત વ્યવસ્થાપન બચાવવા માટે લેવાના પગલે

રીપોર્ટ :- નઈમ મુન્ડા દાહોદ

ખેડૂતોએ ડાંગરના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન અંગે લેવાના પગલાં

ફેર-રોપણીના ૩૦ દિવસ બાદ હેક્ટરે ૩૦ ફેરોમોન લ્યુર સાથેના ટ્રેપ એકબીજાથી સરખા અંતરે મુકવી તથા લ્યુર દર ત્રણ અઠવાડિયે બદલવી

દાહોદ : ખેડૂતોએ ખેતરમાં રાત્રિના સમયે પ્રકાશ-પિંજર ગૌઠવવી જેથી ગાભમારાની ઈયળ ઉપરાંત લશ્કરી ઈયળના પુખ્ત (છૂંદા) આકર્ષી તેની વસ્તીમાં ઘટાડો કરી શકાય. ગાભમારા અને પાનવાળનાર ઈયળના જૈવિક નિયંત્રણ માટે ઇથળની માદા કૂદીએ મૂકેલ ઇંડાં પર પરજીવીકરણ માટે ટ્રાઈકોગ્રામાં જાપીનીકમ અથવા ટ્રાઈકોગ્રામા ચીલોનીસ જાતોની ૦.૫ થી ૧.૦ લાખ ભમરીઓ પ્રતિ હેક્ટર મુજબ ખેતરમાં છોડવી. ગાભમારાની ઈયળ ડાંગરના થડમાં અંદર ભરાઈ રહી નુકસાન કરતી હોવાથી રોપણી પછી ૩૦-૩૫ દિવસે દાણાદાર કીટનાશક જેવાં કે, કાર્ટેપ હાઈડ્રોક્લોરાઈડ ૪જી હેક્ટરે ૨૦ કિલો અથવા કલોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪ દાણાદાર હેકટરે ૧૦ કિ.ગ્રા. મુજબ રેતી સાથે ભેળવી પાણી નિતારીને જમીનમાં આપવું અને જરૂર જણાય ૧૫ દિવસ બાદ ફરીથી કીટનાશકનો ઉપયોગ કરવો.

ડાંગરની કયારીમાં સતત મોજણી કરતાં રહી કયારીમાં જે ઠેકાણે ગાભમારાની ઈયળનો સ્પોટ જોવા મળે તેવા ભાગમાં જ આ દાણાદાર કીટનાશક આપવી જેથી ઓછા ખર્ચે આ જીવાતનું અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે. વધુમાં આ પ્રમાણે માવજત આપવાથી ઉપયોગી પ્રાણીઓ (કરોળિયા, ઢાલિયા, વાલિયા) ઉપર તેની સીધી અસર થતી નથી. ડાંગરની પાન ખાનાર ઈયળનો ઉપદ્રવ પ્રમાણમાં ઓછો દેખાય અને વિસ્તાર નાનો હોય તો નુકસાનવાળા પાન ઈયળ/કોશેટા સહિત તોડી કે વીણીને નાશ કરવો. ખેતરમાં કરોળિયાની વસ્તી વધારવા રોપણી પછી ૧૫-૨૦ દિવસે હેકટરે ૮૦ કિ.ગ્રા. પ્રમાણે ઘઉં/રજકાનું ભૂસું વેરવું.

પાન વાળનાર અને ગાભામારાની ઈયળનો ઉપદ્રવ શરૂ થયેથી પ્રવાહી કીટનાશકો જેવાં કે, કલોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી (૩ મિલી/૧૦ લી. પાણી) અથવા કાર્ટેપ હાઈડ્રોક્લોરાઈડ ૭૫ એસજી (૧૦ ગ્રામ/ ૧૦ લી. પાણી) અથવા ફ્લુબેન્ડિયામાઈડ ૪૮૦ એસસી (૩ મિલી ૧૦ લી. પાણી) અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી (૧૦ મિલી ૧૦ લી. પાણી) મુજબ છંટકાવ કરવો અને જરૂર જણાય તો બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો, ચૂસિયાંનો ઉપદ્રવ જોવા મળે કે તરત જ ક્યારીમાંથી પાણી નિતારી કોરું ભીનું કરવું. જ્યારે ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે તો પાયમેટ્રોઝીન ૫૦ ડબલ્યુજી (૬ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ (૩ મિલી/૧૦ લી. પાણી) અથવા થાયોમિથોક્ઝામ ૨૫ ડબલ્યુજી (૨ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા બુપ્રોફેઝીન ૨૫ એસસી (૬ મિલી ૧૦ લી. પાણી) હેકટર દીઠ ૪૦૦ થી ૫૦૦ લી. પાણી મુજબ છંટકાવ કરવો.

લશ્કરી ઇયળ (કટ વોર્મ)ના નિયંત્રણ માટે ધરુવાડિયામાં સમયાંતરે પાણી ભરવું જેથી ઈયળો જમીનમાંથી બહાર આવશે અને પક્ષીઓ દ્વારા ખવાઈ જશે. ત્યારબાદ જરૂરી નિતાર વ્યવસ્થા ગોઠવવી.વધુમાં, ખેતરમાં શેઢા પાળા ઉપર ઘાસ/કચરાની ઢગલીઓ કરવી અને દિવસ દરમ્યાન ઢગલીઓ નીચે સંતાયેલી ઈયળો એકઠી કરી કેરોસીન વાળા પાણીમાં નાંખીને નાશ કરવો. તેમજ ધરૂવાડિયાની ફરતે એકાદ ફૂટ ઉંડી ખાઈ ખોદવી જેથીઆ ઈયળો તેમાં પ્રવેશી શકે નહિ. વધુ ઉપદ્રવ જણાયેથી ક્વિનાલફોસ ૧.૫% ભુકારૂપ કીટનાશક (૨૫ કિ.ગ્રા. પ્રતિ હે.)નો છંટકાવ સાંજના સમયે કરવો.
ડાંગરના ભુરા કાંસિયા અને ઢાલપક્ષ ભૂંગાના નિયંત્રણ માટે ઉપદ્રવિત ખેતરમાં પાક પર દોરડું ફેરવવાથી પુખ્ત કીટક પાણીમાં પડી જશે. ત્યારબાદ પુખ્ત કીટકોને ભેગા કરી કેરોસીનવાળા પાણીમાં ડુબાડીને નાશ કરવો. આ જીવાતોનો ઉપદ્રવ (ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં) વધુ જણાય તો અસરગ્રસ્ત વિસ્તારમાં જ કીટનાશકોનો ઉપયોગ કરવાથી ઓછા ખર્ચે નિયંત્રણ થાય છે. જેમાં ક્વિનાલફોસ ૨૫% ઇસી ૨૦ મિલી ૧૦ લી. પાણી સાથે મિશ્ર કરી નુકસાન પામેલ વિસ્તાર (ટાલા)માં જ છંટકાવ કરવો. તેમજ ધરો, દર્ભ જેવા નીંદણો પર તેની વૃદ્ધિ થતી હોવાથી આવા નીંદણોનો નાશ કરવો.

પાનની કથીરી જીવાતનો ઉપદ્રવ વધુ જણાય તો કથીરીનાશક જેવી કે, ઈથીઓન ૫૦ ઇસી (૧૦ મિલી/૧૦ લી. પાણી) અથવા ફેનપાયરોક્સીમેટ ૫ એસસી (૧૦ મિલી ૧૦ લી. પાણી) અથવા પ્રોપરગાઈટ ૫૭ ઈસી (૧૦ મિલી ૧૦ લી. પાણી) અથવા સ્પાયરોમેસીફેન ૨૪૦ એસસી (૧૦.૦ મિલી/૧૦ લી. પાણી) ક્લોરફેનપાયર ૧૦ એસસી (૧૫ મિલી/૧૦ લી. પાણી)નો છંટકાવ કરવો. ડાંગરના ઊભા પાકમાં ઉંદરના નિયંત્રણ માટે ઝીંક ફોસ્ફાઈડની ૨% વિષ પ્રલોભિકા અથવા તો બ્રોમોડીયોલોન ૦.૦૦૫% ની વેક્ષ કેક ઉંદરના જીવંત દર નજીક મુકવી.

વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવો એમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જિલ્લા પંચાયત દાહોદ દ્વારા જણાવાયું છે.

Editor & Chief Naeem Munda
Editor Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें