રીપોર્ટ નઈમ મુન્ડા દાહોદ
જિલ્લા સ્વાગત તેમજ તાલુકા સ્વાગત માટે અરજદારો ઓનલાઇન રજુઆત કરી શકશે
દાહોદ : દાહોદ જિલ્લામાં પ્રજાજનોના પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા માટે દર મહિનાના ચોથા ગુરુવારે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત તેમજ ચોથા ગુરુવાર પહેલાના બુધવારે મામલતદારશ્રીઓની કચેરીઓમાં અધિકારીશ્રીઓની ઉપસ્થિતિ હેઠળ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે.
આ સ્વાગત કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્નો જેવા કે, કોર્ટ મેટર, નીતિ વિષયક, સેવા વિષયક સિવાયના પ્રશ્નોને ધ્યાને લઇ એવા કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં ન થતો હોય તેવા કામોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
દાહોદ જિલ્લામાં ઓગસ્ટ મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. ૨૧-૦૮-૨૦૨૪ ત્રીજા બુધવાર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૨-૦૮-૨૦૨૪ ચોથા ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજવામાં આવશે.
ગ્રામ સ્વાગત કાર્યક્રમ માટે ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો તેમજ રજુઆત અંગેની અરજી ” મારી અરજી તાલુકામાં લેવી ” તેવા માથાળા હેઠળ ગામના તલાટી અથવા મંત્રીશ્રીને સંબોધીને તા. ૧ થી ૧૦ સુધીમાં મોકલી આપવી.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારોએ વ્યક્તિગત કે અંગત પ્રશ્નો ટાઈપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામાં સાથે એક અરજીમાં એક જ પ્રશ્ન સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીની કચેરીને ઓછામાં ઓછી ૩ વાર કરેલી અરજીની નકલ સાથે સંબંધિત મામલતદારશ્રીની કચેરીને ” તાલુકા સ્વાગત કાર્યક્રમ ” એમ અરજીના મથાળે લખી અરજી તા. ૧૦-૦૮-૨૦૨૪ સુધીમાં મોકલી આપવાની રહેશે. અરજદાર http://swagat.gujarat.gov.in/citizen_Entry.aspx?frm=ws પર ઓનલાઇન અરજી કરી શકશે.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદાર પોતાના પ્રશ્નોને ઓછામાં ઓછી ૩ વાર કરેલી અરજીની નકલ સાથે ” જિલ્લા સ્વાગત કાર્યક્રમ ” માથાળા હેઠળ તા. ૧૦-૦૮-૨૦૨૪ સુધીમાં મોકલી આપવવાની રહેશે. અરજદાર https://swagat.gujarat. gov.in./citizen_Entry_Ds. aspx? fem=ws પર ઓનલાઇન અરજી કરી શકશે.
Editor & Chief Naeem Munda
Editor Faizan Khan