રીપોર્ટ નઈમ મુન્ડા દાહોદ
નેશનલ કૈરિયર સર્વિસ સેંટર (મહિલા), ઠક્કર બાપા હોસ્ટેલ પરિસર, પેંશનપુરા, નિઝામપુરા રોડ, વડોદરા, ખાતે દિવ્યાંગ મહિલાઓ માટે વ્યવસાયિક તાલીમ યોજાશે
દાહોદ : ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય ( ડી.જી.ઈ.) દ્વારા ચાલતા દિવ્યાંગો માટે નેશનલ કૈરિયર સર્વિસ સેંટર (મહિલા), ઠક્કર બાપા હોસ્ટેલ પરિસર, પેંશનપુરા, નિઝામપુરા રોડ, વડોદરા, ખાતે મહિલા વિકલાંગ કે જેની અપંગતા ૪૦% કે તેથી વધુ હોય તેવી અસ્થિ વિષયક, બહેરી મૂંગી, અલ્પ અન્ધ, અન્ય, મંદ બુધ્ધિ (૫૦-૬૯ IQ), હોય તેવી ૧૫ થી ૫૦ વર્ષ વચ્ચેની બહેનો માટે કેંન્દ્ર માં ડ્રેસ મેકિંગ, કોમ્પુટર એપ્લિકેશન, કમર્શિયલ અને સેક્રેટ્રિયલ પ્રેકિટસના તાલિમ વર્ગો નિ:શુલ્ક ધોરણે ચાલે છે.
કેંન્દ્રમાં ચાલતા ડ્રેસ મેકિંગ, કોમ્પુટર એપ્લિકેશન, કમર્શિયલ અને સેક્રેટ્રિયલ પ્રેકિટસના તાલિમાર્થીઓને ભારત સરકાર તરફથી સમય – સમય પ્રમાણે નિયમાનુંસાર શિષ્યવૃત્તિનો લાભ પણ મેળવી શકે છે. તાલિમ માટે ઇચ્છુક દિવ્યાંગ બહેનોએ (શનિ – રવિ તેમજ જાહેર રજાના દિવસો સિવાય) કામકાજ ના દિવસો દરમ્યાન સવારે ૧૦:૦૦ થી ૦૪:૦૦ સુધી માં કેંન્દ્રનો ૦૨૬૫-૨૭૮૨૮૫૭ તેમજ ૮૫૧૧૨૯૧૩૦૯ પર સમ્પર્ક કરવા જણાવાયું છે.
Editor & Chief Naeem Munda
Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333