રીપોર્ટ નઈમ મુન્ડા દાહોદ
દાહોદ જિલ્લા પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલનાં અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લાના જન-હિતલક્ષી વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ
દાહોદ જિલ્લાના વિકાસકામો અંગેના તમામ સંકલન પ્રશ્નોની સમીક્ષા કરાઈ
વિકાસકામો ગુણવત્તાસભર અને સમય-મર્યાદામાં પરિપૂર્ણ થાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કરતા પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલ
અઠવાડિક ઓછામાં ઓછા ૨ દિવસે કામગીરી સ્થળની રૂબરૂ મુલાકાત લઈને જે – તે કામગીરીનો રીપોર્ટ જણાવવા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા સુચના અપાઈ
દાહોદ : દાહોદ જિલ્લાના પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલના અધ્યક્ષસ્થાને આયોજિત દાહોદ જિલ્લાની બેઠકમાં ૨૦૨૨-૨૩ થી ૨૦૨૪-૨૫ ના વર્ષ દરમિયાનના જિલ્લા આયોજનની વિવિધ યોજના હેઠળ પ્રગતિવાળા, શરૂ ન થયેલા વિકાસકામો, સંકલન પ્રશ્નો તથા જિલ્લામાં ચાલતા અગત્યના પ્રોજેક્ટોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન દાહોદ જિલ્લામાં નગર પાલિકા, ભૂગર્ભ ગટર લાઈન, પીવાના પાણી, આરોગ્ય વિભાગ, રસ્તા, વરસાદી ખાડા, સાફ – સફાઈ, શાળાઓના ઓરડા, કન્યાઓને ફાળવવામાં આવતી સાયકલો જેવા પ્રજાલક્ષી પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પ્રભારી સચિવએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે ત્યારે વિકાસકામો ગુણવત્તાપૂર્વક અને સમયમર્યાદામાં શરૂ થાય અને પુર્ણ થાય તે અંગે કાર્ય કરવા જરૂરી છે.
સચિવએ વધુમાં જણાવ્યું હતું કે, વિવિધ કામોમાં આયોજનમાં લેતી વેળાએ બિનજરૂરી હેતુફેર ન થાય તે અંગેની તકેદારી રાખવી જરૂરી છે. ધારાસભ્યઓ દ્વારા રજુ કરવામાં આવેલ પ્રશ્નોને ધ્યાને લઈને સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવાની સુચના આપી હતી. જિલ્લામાં પૂર્ણ કરવામાં આવેલા કામો, પ્રગતિ હેઠળના કામોની ઝીણવટપૂર્વકની સમીક્ષા કરાઇ હતી.
દાહોદ જિલ્લાને વિકાસની નવી ઊંચાઇએ લઇ જવા માટે અધિકારીઓએ એક ટીમ બનાવીને કામગીરી કરવી જોઇએ. જિલ્લાના તમામ વિસ્તારોનો સર્વાગી વિકાસ થાય, જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ માટેના કામો ઝડપભેર અને ગુણવત્તાયુક્ત થાય એ માટે કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત પ્રયાસ કરવાની જરૂર છે, આદિવાસી વિસ્તારોના વિકાસ કાર્યો માટે સરકાર તરફથી જોઈતી તમામ મદદ મળી રહી છે તો તેનો યોગ્ય ઉપયોગ થાય અને પ્રજાહિતના તમામ કાર્યો નિયત સમયે પૂર્ણ થાય તેમજ પ્રશ્નોના ઉકેલ આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ.
જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ તમામ અધિકારીઓને સંબોધીને અઠવાડિક ઓછામાં ઓછા ૨ દિવસે રૂબરૂ કામગીરી સ્થળની મુલાકાત લઈને જે – તે કામગીરીનો રીપોર્ટ જણાવવા સુચના આપી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, રમેશભાઇ કટારા, મહેશભાઈ ભુરીયા, મહેન્દ્રભાઇ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલ, તમામ પ્રાંત અધિકારીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Editor & Chief Naeem Munda
Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333