ઝાલોદ નગરપાલિકાના સિટી સિવિક સેંટરનુ લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ અને ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના હસ્તે કરાયું
ઝાલોદ નગરપાલિકાને અપાયેલા ચાર નવા ટ્રેક્ટરોને બચુભાઇ ખાબડ અને મહેશભાઈ ભુરીયા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી
દાહોદ : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૩૨ નગરપાલિકાઓમાં રૂ. ૪૫. ૪૭ કરોડના સિટી સિવિક સેન્ટસૅનું ઈ – લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત ઝાલોદ નગરપાલિકા સિટી સિવિકનું મંત્રી બચુભાઇ ખાબડ અને ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
આ લોકાર્પણમાં આવેલ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરી આવેલ પદાધિકારીઓ, કર્મચારીઓ, નગરજનો, પુર્વ કાઉન્સિલરો અને ભાજપના કાર્યકર્તાઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગ નિમિતે ઝાલોદ નગરના થયેલા વિકાસના કામો, પ્રગતિ હેઠળ ચાલતા વિકાસના કામો અને અનેક વિકાસના કામો ટેન્ડર પ્રક્રિયામાં હેઠળ છે તેવી માહિતી આપવામાં આવી હતી, ત્યાર બાદ નવીન જન સુવિધા કેન્દ્રમાં જન્મ મરણના દાખલા, લગ્નના પ્રમાણ પત્રો, ઘર વેરો, શોપ લાઈસન્સ વગેરેની ઓનલાઇન સુવિધાઓ જન સુવિધા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું.
ઈ – લોકાર્પણ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત ઝાલોદ પ્રાંત અધિકારી એ. કે. ભાટિયા, તાલુકા વિકાસ અધિકારી કે. એચ. ગઢવી, ઝાલોદ નગરપાલિકાના વહીવટદાર શૈલેન્દ્ર પરમાર, ઝાલોદ નગરપાલિકાનાં કાર્યક્રમનાં નોડલ અધિકારી વૈશાલી નિનામા, વડોદરા પ્રાદેશિક કમિશનર, કચેરીના કાર્યપાલક ઇજનેર અમિતભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ભાભોર સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર, ઝાલોદ શહેર ભાજપના પ્રમુખ દિનેશ પંચાલ, નગરજનો, આગેવાનો, પુર્વ કાઉન્સિલરો અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Editor & Chief Naeem Munda
Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે આપ અમારો સંપર્ક કરો અથવા સમાચારો આપવા માટે પણ આ નંબર ઉપર સંપર્ક કરો
Post Views: 533 રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ દાહોદ પ્રભારી મંત્રીની ટકોર પાર્લામેન્ટ્રી બોર્ડનો નિર્ણય શીરોમાન્ય… દાહોદ નગરપાલિકામાં ચાલતો સદસ્યો વચ્ચેના વિવાદની…