રીપોર્ટ નઈમ મુન્ડા દાહોદ
દાહોદ ખાતે મહિલા માટે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વ રોજગાર માર્ગદર્શન અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજાશે
દાહોદ : જિલ્લા રોજગાર કચેરી, દાહોદ અને મહિલા અને બાળ વિકાસ કચેરીના સંયુકત ઉપક્રમે ૧૮ થી ૩૫ વર્ષના અને ધો ૮ પાસ, ધો ૧૦ પાસ, આઈ.ટી.આઈ., ૧૨ પાસ, ડીપ્લોમા, ગ્રેજ્યુએટ તેમજ સીવણ વર્ક, કોપા જેવી લાયકાત ધરાવતી મહિલા ઉમેદવારો માટે તા. ૦૩-૦૮-૨૦૨૪ ના રોજ સવારે ૯.૩૦ વાગે કૃષ્ણ પ્રણામી સમાજ વાડી, પંકજ સોસાયટી, ચાકલીયા રોડ, દાહોદ ખાતે માત્ર મહિલા ઉમેદવારો માટે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે.
આ ભરતી મેળામાં દાહોદ, ગોધરા અને વડોદરા, અમદાવાદના નોકરીદાતાઓ દ્વારા ઓફીસ આસીસ્ટન્ટ, ટ્રેની કેન્દ્ર મેનેજર, મશીન ઓપરેટર, કોમ્પ્યુટર ઓપરેટર જેવી ૨૨૦ જેટલી ટેકનીકલ અને નોન ટેકનીકલ જગ્યા માટે ઈન્ટરવ્યુ લેવામા આવશે. રોજગાર ભરતી મેળામાં મહિલા ઉમેદવારોને સ્વ રોજગાર લોન સહાય તેમજ વોકેશનલ તાલીમ કોર્ષ અંગે માર્ગદર્શન પણ આપવામા આવશે. તેમજ રોજગારલક્ષી ઓનલાઈન અનુબંધમ પોર્ટલ પર નામ નોંધણી કેમ્પ યોજવામા આવશે. આ ભરતી મેળામાં ૩ બાયોડેટા સાથે સ્વ ખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારી દાહોદની યાદીમા જણાવેલ છે.
Editor & Chief Naeem Munda
Editor:-Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે અમારો સંપર્ક કરો તેમજ સમાચારોની માહિતી આપવા માટે અમારો નીચે આપેલા મોબાઈલ નંબરો ઉપર સંપર્ક કરો
9879867333…9427846262