બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:સાયબર ક્રાઈમની જાગૃકતા માટે પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલાએ માહિતી આપી…

રીપોર્ટ:નઈમ મુન્ડા દાહોદ

દાહોદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને સાયબર ક્રાઇમની કામગીરી સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ

સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો વિશે વિગતવાર સમજ આપવામાં આવી

સાયબર ક્રાઇમ સંદર્ભે સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ તથા વેબસાઇટ www.cybercrime.gov.in પર માહિતી મેળવી શકાશે

ઓનલાઇન થતા ફ્રોડથી લોકોને બચવાની જરૂર-ડો. રાજદીપસિંહ ઝાલા

દાહોદ : શ્રી આર.વી.અસારી પંચમહાલ-ગોધરા રેન્જ ગોધરા દ્વારા જિલ્લામાં વધતા જતા ઓનલાઇન ફ્રોડ તથા સાયબર ક્રાઇમના ગુન્હાઓથી બચવા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેથી દાહોદ ખાતે સાયબર ક્રાઇમની કામગીરી સંદર્ભે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

આ પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સાયબર ક્રાઇમથી નાગરીકની સાથે ફ્રોડ થયો હોય ત્યારે તુરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કોલ કરવાથી સી.આઇ.ડી. ક્રાઇમના સાયબર સેલ દ્વારા તુરત જ ફરીયાદ નોંધી દાહોદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ફરીયાદ ટ્રાન્સફર કરી ફરીયાદીને નાણાં પરત મેળવવા જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે તેમજ નાણા ફ્રીઝ/હોલ્ટ કરાવી નાણા પરત અપાવવાની કાયૅવાહી કરવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો સમજાવીને સાયબર ક્રાઇમના કેટલા પ્રકારો છે? તેને કેવી રીતે ઓળખી શકાય?, સાયબર ક્રાઇમ થી કેવી રીતે બચવું? તેની વિગતવાર સમજ આપી હતી. જેમાં વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે વિશીંગ કોલ, ફીશીંગ ઇ-મેલ, સીમકાર્ડ ક્લોનીંગ, ઈન્સટન્ટ લોન એપ, ઓન લાઇન શોપીંગ ફ્રોડ, ફેક વેબસાઇટ ફ્રોડ, જોબ ફ્રોડ, સોશિયલ મિડીયા રીલેટેડ ક્રાઇમ, વાઈફાઈ હેક, ડીપ ફેક, મેટ્રમોનીયલ વેબસાઇટ ફ્રોડથી બચવા માટે માહીતગાર કરવામાં આવ્યા હતા.

ઉપરાંત સોશિયલ મિડીયા પ્લેટફોર્મ જેવા કે વોટ્સએપ, ટેલીગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામથી સાયબર સીક્યોરીટી તથા સાયબર ક્રાઈમથી બચવા માટે પોસ્ટર/વીડીયો ક્લીપ દ્વારા જાણકારી ફેલાવવામાં આવે છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

આ ઉપરાંત તેમણે સરકારશ્રી તરફથી પ્રસિધ્ધ કરવામાં આવેલ સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ તથા સાયબર ક્રાઇમ લગત ઓનલાઇન ફરીયાદ માટે પ્રસિધ્ધ કરવામાં આવેલ વેબસાઇટ www.cybercrime.gov.in અંગે પણ સમજ આપી હતી.

વધુમાં મોબાઇલમાં અજાણી લીંક કે મેસેજોના રીપ્લાય આપવા નહીં. ફેસબુક, વોટ્સએપ, મેસેન્જર વિગેરે સોશીયલ મીડીયા એપમાં અજાણી વ્યક્તિઓ સાથે ચેટીંગ કે વીડીયો કોલીંગ કરવા નહી. સોશીયલ મીડીયા એપ્સમાં હંમેશાં ટુ-સ્ટેપ વેરીફીકેશન અવશ્ય રાખવું. અન અધિકૃત ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશનો દ્વારા લોન મેળવવાનું હંમેશાં ટાળવું.

કોઇપણ અજાણી વ્યક્તિ દ્વારા બેંકમાંથી બોલતી હોવાની ઓળખ આપી તમારી પાસેથી તમારા બેંકની તથા ક્રેડીટ-ડેબીટ કાર્ડની તથા અન્ય જરૂરી માહીતી મેળવી ફોડ કરતા હોઇ કોઇપણ સંજોગોમાં ઓ.ટી.પી તથા અન્ય માહીતી આપવી નહીં.

તમારા મોબાઇલમાં કોઇના પણ કહેવાથી રીમોટ એપ્લીકેશનો (જેવી કે એનીડેસ્ક, ટીમ વ્યુઅર વિગેરે) ક્યારેય ઇન્સ્ટોલ કરવી નહીં. એ.ટી.એમ. માં પૈસા ઉપાડતી વખતે તમારૂ કાર્ડ કોઇ અજાણ્યા ઇસમને આપવુ નહીં. અને પાસવર્ડ હંમેશાં ગુપ્ત રાખવો જેવી અગત્યની બાબતોની જાણકારી આપી હતી.

દાહોદ જીલ્લામાં કુલ ૧૬૬૫ અરજીઓ અરજદાર દ્વારા કરવામાં આવેલ હતી, જેમા કુલ રૂપિયા-૬,૯૪,૩૦,૯૨૭/- નો ફ્રોડ થયેલ અને તેમા સાયબર ક્રાઇમ દ્વારા રૂપિયા-૧,૫૪,૯૭,૨૯/- હોલ્ફ અંગેની પ્રોસેસ કરવામાં આવેલ અને તેમાથી રૂપિયા-૬,૨૦,૪૫૩/- અરજદારોને પરત અપાવામાં આવેલ છે. અને બીજા અરજદારોના રૂપિયા-૨૩,૨૫,૨૮૩/- ની કોર્ટ માંથી હુકમ થયેલ હોય તેઓને પરત અપાવાની પ્રોસેસ ચાલુમાં છે.

ઉપરાંત સાયબર ક્રાઇમની કામગીરી, સાયબર અવેરનેશ, નાણાં પરત (રિફંડ) જેવી પ્રજાલક્ષી કામગીરી તેમજ લોકોને સાયબર ક્રાઇમ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર કાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમ વર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે.

સાયબર ક્રાઈમની તપાસમાં તેમના સહયોગના કારણે અગાઉ બ્લોક થઈ ગયેલા ૨૮, ૦૦૦ બેંક ખાતાઓ અનફીઝ કરવામાં આવ્યા છે. આ પગલું એ પીડિતોને નોંધપાત્ર રાહત આપશે જેઓ ખોટી રીતે પેમેન્ટ સ્વીકારીને છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા તો અજાણતા આ પ્રકારની યુક્તિઓમાં ફસાઈ ગયા હતા.

રિફંડની રકમ અને હોલ્ડ પર મૂકવામાં આવેલી રકમમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ૨૦૨૪ માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી ૪૬. ૪૨ % છે, જે ૨૦૨૩ માં માત્ર ૧૭. ૯૩ % હતી. ૩૦ જૂન ૨૦૨૪ સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી એટલે કે અટકી ગયેલી કુલ રકમ ૧૧૪. ૯૦ કરોડ છે અને ૨૦૨૪ માટે રિફંડ કરાયેલી રકમ ૫૩. ૩૪ કરોડ છે. આ તફાવત દર્શાવે છે કે ઓથોરિટીએ સાયબર કાઈમના પીડિતોને સમયસર રાહત મળે એ સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લીધા છે.

આ ઉપરાંત ઓથોરિટીએ વિનંતી કરી છે કે જેમને પણ એવું લાગતું હોય કે તેમના એકાઉન્ટૂક ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે તેઓ સાયબર ક્રાઈમમાં તેમની બિન-સંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવે એક પછી એક કેસના આધારે આ અકાઉન્ટ્સની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ શક્યતઃ અનફીઝ કરવામાં આવશે.

એ સાથે દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડના ગુનાઓ અટકે એ હેતુથી ૧૦ જેટલા અવેરનેસ કાર્યકમો શાળા, કોલેજ અને મોટી કંપનીઓમાં કરવામાં આવ્યા છે. વધુમાં વધુ લોકોને આ અંગે તાલીમો આપવામાં આવી હતી એમ જણાવ્યું હતું.

વધુમાં મોબાઇલમાં અજાણી લીંક કે મેસેજોના રીપ્લાય આપવા નહીં. ફેસબુક, વોટ્સએપ, મેસેન્જર વિગેરે સોશીયલ મીડીયા એપમાં અજાણી વ્યક્તિઓ સાથે ચેટીંગ કે વીડીયો કોલીંગ કરવા નહી. સોશીયલ મીડીયા એપ્સમાં હંમેશાં ટુ-સ્ટેપ વેરીફીકેશન અવશ્ય રાખવું. અન અધિકૃત ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશનો દ્વારા લોન મેળવવાનું હંમેશાં ટાળવું.

કોઇપણ અજાણી વ્યક્તિ દ્વારા બેંકમાંથી બોલતી હોવાની ઓળખ આપી તમારી પાસેથી તમારા બેંકની તથા ક્રેડીટ-ડેબીટ કાર્ડની તથા અન્ય જરૂરી માહીતી મેળવી ફોડ કરતા હોઇ કોઇપણ સંજોગોમાં ઓ.ટી.પી તથા અન્ય માહીતી આપવી નહીં. તમારા મોબાઇલમાં કોઇનાપણ કહેવાથી રીમોટ એપ્લીકેશનો (જેવી કે એનીડેસ્ક, ટીમ વ્યુઅર વિગેરે) ક્યારેય ઇન્સ્ટોલ કરવી નહીં. એ.ટી.એમમાં પૈસા ઉપાડતી વખતે તમારૂ કાર્ડ કોઇ અજાણ્યા ઇસમને આપવુ નહીં. અને પાસવર્ડ હંમેશાં ગુપ્ત રાખવો જેવી અગત્યની બાબતોની જાણકારી આપી હતી.

Editor & Chief Naeem Munda
Editor:-Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે અમારો સંપર્ક કરો તેમજ સમાચારોની માહિતી આપવા માટે અમારો નીચે આપેલા મોબાઈલ નંબરો ઉપર સંપર્ક કરો
9879867333…9427846262

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें