Post Views: 33
રીપોર્ટ નઈમ મુન્ડા દાહોદ
૯ મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીના આયોજન અંગે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
આગોતરા આયોજનના ભાગરૂપે કલેકટરશ્રીએ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને રચનાત્મક સૂચનો કર્યા
દાહોદ:- આગામી તા.૯મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લામાં દાહોદ, ગરબાડા , ઝાલોદ, ફતેપુરા,અને લીમખેડા વિધાનસભા વિસ્તાર મુજબ ઉજવણી કરવામાં આવનાર છે. જેના આયોજન અને અમલવારી સંદર્ભે દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા પ્રતિ વર્ષ ૯ મી, ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને રાજ્યના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ અને તેના તાલુકાઓમાં આ દિવસ ઉજવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેના અનુસંધાને દાહોદ જિલ્લામાં તા. ૯ મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસ-૨૦૨૪ નો કાર્યક્રમ યોજાનાર છે.
કાર્યક્રમના આયોજન સંદર્ભે યોજાયેલી બેઠકમાં કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ સંબંધિત વિભાગોને “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીની પૂર્વ તૈયારી કરીને આ દિવસે જેવી કામગીરીની વ્યવસ્થા તેમજ પાર્કિંગ, પીવાના પાણી, આરોગ્ય અને સ્વચ્છતા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ અંગેની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. સ્થાનિક પદાધિકારીઓ અને આદિવાસી અગ્રણીઓ જનમેદની સાથે ઉપસ્થિત રહીને કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરે તે જોવા સૌને આહવાન કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટ દાર સ્મિત લોઢા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલ, નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ, પ્રાંત અધિકારી સર્વશ્રીઓ, નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ સહિત વિવિધ વ્યવસ્થાપન સમિતિના અધિકારીશ્રીઓ, અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Editor & Chief Naeem Munda
Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333