Post Views: 19
રીપોર્ટ નઈમ મુન્ડા દાહોદ
દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકામાં આવેલો માછણનાળા ડેમ ૭૦% ભરાયો જેને પગલે હાઈ એલર્ટ
સાત ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ કરાયા
દાહોદ :- વરસાદની આગાહીના પગલે તાજેતરમાં અવિરત પડી રહેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના માછણનાળા ડેમમાં ૭૦% ટકા પાણીની આવક થતાં અગમચેતીના ભાગરૂપે સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ ડેમની પૂર્ણ સપાટી ૨૭૫.૯૦૦ મીટરની છે. આજે તા.૨૯/૦૭/૨૦૨૩ના રોજ ૭૦% પાણી ભરાયા છે. ડેમ પાણીથી હાલ છલોછલ ભરેલો છે ઉપરાંત હજી પણ પાણીની આવક વધવાની શકયતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે થયેલ છે.
આ શક્યતાઓને ધ્યાને લઇને જિલ્લા કલેક્ટરશ્રી ડો યોગેશ નિરગુડે અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના નીચવાસના ઝાલોદ તાલુકાના ભાનપુર, ચિત્રોડિયા, ધાવડીયા, મહુડી, માંડલીખુટા, મુનખોસલા અને થેરકા એમ મળી કુલ સાત ગામોને સાવચેતીના પગલા લેવા સબંધિત સ્થાનિક લોકોને, ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે તેમ મામલતદાર ડિઝાસ્ટરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Editor & Chief Naeem Munda
Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333