રીપોર્ટ :- નઈમ મુન્ડા દાહોદ
દર પકડવા સારૂ વિવિધ સાધન સામગ્રીનું વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુટ્રેપના વેચાણ ઉપર દાહોદ જિલ્લામાં પ્રતિબંધ
દાહોદ : સંયુક્ત પશુપાલન નિયામક, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગરના નોટિફિકેશન (નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થયેલ Writ Petition (PIL) ૨૮/૨૦૨૪) સંદર્ભે ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગે તા.૦૫/૦૯/૨૦૨૩ ના પરિપત્રથી સુચના થયેલ છે. જે બાબતે પ્રાણી ક્રુરતા અધિનિયમ, ૧૯૬૦ ની કલમ ૧૧ મુજબ કોઈ પણ પ્રાણીની બિન જરૂરી પીડા, વેદના, ન આપવા અંગે જોગવાઈ થયેલ છે.
જે અન્વયે અત્રેના દાહોદ જિલ્લામાં ઉક્ત જોગવાઈનું ચુસ્તપણે અમલવારી કરવાની થાય છે. (ગ્લુટ્રેપ) જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે તે બિન-ઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે, જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર (ગ્લુટ્રેપ) વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે. તેઓ ગુંદરની જાળમાં પકડાયા પછી ઉંદર પોતાની રીતે મુક્ત કરવામાં અસમર્થ હોય છે. જેના પરિણામે ડીહાઈડ્રેશન, ભૂખમરો, ગૂંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે.
ઉંદરોનું નિયંત્રણ ઈચ્છનીય છે પરંતુ તે માટે ઉપયોગમાં લેવાતી પધ્ધતીઓ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરતી ન હોવી જોઈએ જેથી ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે અત્યંત ક્રુર પધ્ધતિ ન અપનાવવા અને ઉંદર પકડવા સારૂ વિવિધ સાધન સામગ્રી વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુટ્રેપના વેચાણ ઉપર દાહોદ જીલ્લામાં પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
ઉક્ત સુચનાઓનો ભંગ કરનાર સામે પ્રાણી કુરતા અધિનિયમ, ૧૯૬૦ ની કલમ ૧૧ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. લોકહિતમાં અખબાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવે છે એમ જિલ્લા પ્રાણી ક્રુરતા નિવારણ સમિતિ અને નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત દાહોદ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
Editor & Chief Naeem Munda
Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333