દાહોદના પોલીસ તાલીમ ભવન ખાતે રેન્જ આઇજીની ઉપસ્થિતિમાં ગ્રામ્ય તેમજ શહેરીજનોની સમસ્યાઓને લઈને લોક દરબાર યોજાયો
દાહોદના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલા પોલીસ તાલીમ ભવન ખાતે ગોધરાના રેન્જ આઇ.જી રાજેન્દ્ર અન્સારીની ઉપસ્થિતિમાં પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં દાહોદ જિલ્લામાંથી સર્વ ધર્મના લોકો આ લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની અલગ અલગ સમસ્યાઓ વિશે નિરાકરણ લાવવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાંથી આવેલા વિવિધ ધર્મના આગેવાનોએ રેન્જ આઇજી સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી જેમાં દાહોદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવી તેને હલ કરવામાં આવે દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં ચેકપોસ્ટ અને ખાસા સમયથી બંધ પડેલી પોલીસ ચોકીઓ ઉપર સ્ટાફની નિયુક્તિ કરી ફરીથી રાબેતા મુજબ શરૂ કરવા માટેની રજૂઆત કરાઈ હતી જયારે આ સમસ્યાઓના નિરાકરણ માટે સ્થાનિક દાહોદ નગરપાલિકા તેમજ પંચાયતો અને પોલીસના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી કે આ સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ સર્વ ધર્મ સમાન આ લોક દરબારમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ પ્રકારની સમસ્યાઓના નિરાકરણ માટેની રજૂઆતો કરવામાં આવી હતી જ્યારે ગોધરા રેન્જ આઇજી રાજેન્દ્ર અંસારી દ્વારા દાહોદ જિલ્લાના લોકોની સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે કરી શકાય તે વિશે પણ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા લોક દરબારમાં ઉપસ્થિત લોકોને પણ કાયદાનું પાલન કરવા અને નિયમોનું પાલન કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા હતા
Editor & Chief Naeem Munda Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો 9427846262…9879867333