દાહોદ તાલુકા યુથ કોંગ્રેસનો પ્રમુખ વિદેશી દારૂ સાથે LCB પોલીસના હાથે ઝડપાયો
દાહોદ LCB પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળતા ઉસરવાનના ટિંડોરી ફળિયામાં રહેતા સુનિલ રામસીંગ બારીયાના ત્યાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો સુનિલ બારીયા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ પહેલા TRB તરીકે ફરજ બજાવતા હતા ટ્રાફિક બ્રિગેડ બ્રાન્ચમાં પોતાની ફરજ દરમિયાન વાહન ચાલકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરતો હોવાનું જણાઈ આવતા જિલ્લા પોલીસવડાએ ફરજ મુક્ત કર્યો હતો ત્યારે દારૂના જથ્થા સાથે LCB પોલીસે ઝડપી પાડી કાર્યવાહી કરી છે