બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:પાલિકાની બેદરકારી,સરા જાહેર આખલા ઝગડ્યા, ત્રણ લોકોને ઈજાઓ પહોંચી

રીપોર્ટર નઈમ મુન્ડા દાહોદ

દાહોદના રેલવે સ્ટેશન ખાતે રખડતા આખલાઓની લડાઈમાં ત્રણ લોકો ગંભીર ઈજાગ્રસ્ત બન્યા, પાલિકાની બેદરકારી સામે નિર્દોષ લોકો ઈજાગ્રસ્ત બની રહ્યા છે

ગુજરાતમાં રસ્તે રખડતા આખલાઓને પાંજરે પુરવા માટે અને રખડતા ઢોર વિશે કાયદો બનાવી નિયમો અમલમાં મુકવાના ગુજરાત હાઇકોર્ટેના ફરમાન બાદ ગુજરાત સરકારને આડે હાથ લેવાય હતી પરંતુ મોડે મોડે જાગેલી ગુજરાત સરકારે મહાનગર પાલિકાઓ અને નગર પાલિકા વિસ્તારોના જિલ્લા કલેકટરો અને પાલિકાના મુખ્ય અધિકારીઓને રસ્તે રખડતા ઢોર મુદ્દે ગુજરાત સરકારે બનાવેલા નિયમો અનુસાર તેમને પકડી પાંજરે પુરવા તેમજ રખડતા ઢોરના માલિક સામે ગુના દાખલ કરવા સહિતના નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે પરંતુ સરકારનાજ અધિકારીઓ સરકારના કાયદા કાનૂનને ઘોળીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે કારણકે ગુજરાત હાઇકોર્ટના કડક ફરમાન બાદ ગુજરાત સરકારે રખડતા ઢોરો સામે કાર્યવાહી કરવાના આદેશ બાદ પણ પાલિકાના પેટનું પાણી હળતું નથી તેવીજ રીતે દાહોદ શહેરમાં પણ રસ્તે રખડતા ઢોરો બાખડતા હોય તેવા સમયે રસ્તે ચાલતા નિર્દોષ રાહદારીઓને અડફેટે લઈ ઈજાઓ પહોંચાડતા હોય છે તેવીજ એક ગંભીર ઘટના દાહોદ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા મુસ્લિમ મુસાફર ખાના નજીક બની છે તેમાં બે રખડતા આખલાઓની લડાય વચ્ચે ત્રણ નિર્દોષ લોકોને અડફેટે લેતા ઈજાગ્રસ્ત બન્યા હતા જેમાં મુસ્લિમ મુસાફર ખાનાની તેમના ઘરના બહાર બેઠેલા ત્રણ વૃદ્ધ લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડતા ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા જોકે આસપાસમાં ભેગા થયેલા લોકોએ 108 એમ્બયુલન્સને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચતા ત્રણેય ઈજાગ્રસ્તોને બે એમ્બ્યુલન્સ મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જેમાંથી બે લોકોની હાલત નાજુક હોવાની જાણકારી મળી હતી ત્યાં હાજર ડોક્ટરો દ્રારા ત્રણેય ઈજાગ્રસ્તોના સીટી સ્કેન એક્સરે સહિતના મેડિકલ ટ્રીટમેન્ટ માટેની કાર્યવાહી કરાઈ હતી જોકે આ ઘટનાની જાણકારી તેમના સગા સંબંધીઓને થતા ઝાયડસ હોસ્પિટલ ખાતે તાત્કાલિક દોડી આવ્યા હતા અને પાલિકાની આવી ગંભીર બેદરકારી બદલ ફીટકાર વરસાવી પાલિકા સામે ગુનો દાખલ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી

દાહોદ નગર પાલિકા દ્રારા રસ્તે રખડતા ઢોરોને પકડી પાંજરે પુરવા માટેની કાર્યવાહીમાં નિષ્ફળ સાબીત થયું છે ગુજરાત હાઇકોર્ટ અને સરકારના આદેશોને ગોળીને પી જનારી પાલિકાના પેટનું પાણી હળતું નથી અને તેના કારણે રખડતા આખલાઓના કારણે રાહદારી માણસો તેમનો ભોગ બનતા હોય છે ત્યારે પાલિકાએ ગુજરાત હાઇકોર્ટ અને સરકારના નિયમોનું પાલન કરવું જોઈએ અને રસ્તે રખડતા ઢોરોને પાંજરે પુરવા જોઈએ

દાહોદ નગરમાં બનતી દિન પ્રતિદિન રખડતા આખલાઓની દ્રદ યુદ્ધના દ્રશ્યો સર્જાતા હોય છે પાલિકાના અધિકારીઓ પણ નરી આંખે એમનો તમાસો દેખતા હોય છે પરંતુ ખરેખર પાલિકાના અધિકારીઓને શહેરના નાગરિકોની સલામતી માટેની ચિંતાજ નથી એટલે દાહોદની પાલિકા રખડતા ઢોર ઉપર કાર્યવાહી કરવા માટે નિષ્ફળ સાબીત થઈ છે

જે લોકો ઈજાગ્રસ્ત બન્યા છે તેમના પરીવાર જનોએ તો પાલિકાના અધિકારીઓ ઉપર પોતાની ફીટકાર વરસાવતા જણાવ્યું હતુંકે હમે સ્માર્ટ સીટીમાં રહીએ છીએ ત્રણ લોકોને ઈજાગ્રસ્ત કરીને આખલાઓ ભાગતા હતા ત્યારે સ્થાનિક લોકોએ બે નાના બાળકોનો પણ જીવ બચાવ્યો છે આ સ્માર્ટ સીટી નથી પરંતુ આ જાનવરોની સીટી છે જાનવરો ખુલ્લે આમ લડતા ઝગડતા હોય છે ત્યારે અમારા જેવા નિર્દોષ લોકો તેમનો ભોગ બનતા હોય છે માણસના જીવની કોઈ કિંમત નથી જાનવરોના જીવની કિંમત છે આજે આ ઘટના બની છે તો આવતીકાલે પણ મોટી ઘટના બની શકે છે માસુમ બાળકો આમનો ભોગ બનશે ત્યારે તેમનું ઘટના સ્થળે મોત નીપજશે ત્યારે જવાબદાર કોણ હશે જેથી પાલિકાના અધિકારીઓએ નાગરિકોની ચિંતા કરવી જોઈએ જાનવર કરતા માણસના જીવની વધારે કિંમત છે અમને જાનવરોના પગે કુચલીને મારવા માટે બનાવવામાં આવ્યા છે એટલે પાલિકાની ગંભીર બેદરકારીનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે જેથી પાલિકાના સરકારી અધિકારીઓએ આમના વિશે કાર્યવાહી કરી ગુજરાત હાઇકોર્ટ અને સરકારના આદેશોનું પાલન કરવું જોઈએ જેથી નિર્દોષ લોકો આમનો ભોગ ના બને સાંભળીએ ભોગ બનનાર પરિવારની મહિલાએ શું જણાવ્યું હતું

Editor & Chief Naeem Munda
Editor Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें