બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

રીપોર્ટર:-યાસીન પટેલ ઝાલોદ

દાહોદના ઝાલોદ ખાતે યોજાયેલા સરકારી ઉલ્લાસ મેળામાં સાંસદ ધારાસભ્યો અને મંત્રી ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા

દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરની ઉપસ્તિથીમાં નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત રાજ્યકક્ષાનો ઉલ્લાસ મેળો યોજવામાં આવ્યો હતો જોકે આ મેળામાં ગુજરાત સરકારના મંત્રીઓ જિલ્લાના તમામ ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખને આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે અને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર ઉપસ્તિથ રહેતા અને અન્ય આમંત્રિત મહેમાનો જેમાંથી ગુજરાત સરકારના મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા તાલુકો ફતેપુરા ગરબાડા દાહોદના ધારાસભ્યો તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ આ તમામ અતિથિ વિશેષ મહેમાનોની ગેર હાજરી રહેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા જેમાં ઉલ્લાસ મેળાના કાર્યક્રમમાં ઉપસ્તિથ
મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરએ પ્રાસંગિક વ્યક્તવ્ય આપતા કહ્યું હતું કે, સામાજિક ન્યાય, રાષ્ટ્રીય એકતા સાથે વૈશ્વિક સ્તરે ભારતની પ્રગતિ થઇ રહી છે ત્યારે આપણે બધાએ એક થઈને ભારતના આ પ્રગતિને આગળ વધારવા માટે આપણા તરફથી પણ ફાળો આપીને સમાજના ઉત્થાન માટેના અભિયાનને સફળ બનાવવા માટેના પ્રયત્નો કરીએ. સમાજના વિકાસનો મૂળ પાયો શિક્ષણ છે, જો પાયો જ મજબુત હશે તો સમાજનો વિકાસ નિશ્ચિત છે અને એને માટે આપણે સૌએ જાગ્રત થવાની જરૂર છે. એક નાગરિક તરીકેની આપની પહેલી ફરજ અને જવાબદારી એ બને છે કે, આપણે આપણા સમાજને શિક્ષિત બનાવીને આગળ લાવીએ. પરંતુ દાહોદ જિલ્લાના સાંસદ સભ્ય ધારાસભ્યો અને જિલ્લા પંચાયત પ્રમુખ ગેર હાજર રહેતા કેટલાક લોકોએ તેમની ગેર હાજરી ઉપર અનેક સવાલો ઉભા કર્યા હતા ત્યારે અતિથિ વિશેષ આમંત્રિત મહેમાનોની ગેર હાજરી રહેતા મંત્રી કુબેરભાઈ ડીંડોર દ્રારા પ્રતિક્રિયા અપાઈ હતી

Editor & Chief Naeem Munda
Editor Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें