દાહોદ રૂલર પોલીસે કાળી તળાઈ નજીકથી ચાર જીવતા કારતુસ અને દેશી કટ્ટા સાથે વાંદરીયા ગામના ઈસમને ઝડપી પાડ્યો
દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા અને કાયદો વ્યવસ્થાની પરિસ્તિથી જાળવી રાખવા માટે જિલ્લા પોલીસવડાએ દરેક પોલીસ મથકો ખાતે નિર્દેશ કરી અને ગેરકાયદેસર હથિયારો રાખતા ઈસમોને ઝડપી પાડવા માટેનું માર્ગદર્શન અપાતા દાહોદ રૂલર પોલીસના પીઆઈ કે સી વાઘેલા, ASI એસ ડી મકવાણા, નિતેશ ડામોર,સુનિલ બાબુભાઇ, ઈશ્વરભાઈ દિનેશભાઇ અને જયદીપ બારીયા, પેટ્રોલિંગ કરવા માટે નીકળયા હતા અને કાલી તલાઈ નજીક જતા ઈશ્વરભાઈ દિનેશભાઇ ને બાતમી મળી હતી કે કાલી તલાઈના બસ સ્ટેશન નજીક એક ગુલાબી કલરની ટીશર્ટ પહેરીને બેઠેલા યુવક પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની માહિતી મળતા રૂરલ પોલીસે કાળી તળાઈ નજીક બાતમીમાં દર્શાવેલા ઈસમને ઝડપી પાડતા તેની પાસે રહેલા ગેરકાયદેસર હથિયાર વિશે પોલીસે પૂછપરછ કરતા તેને પોલીસને સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી રૂલર પોલીસે તેની અટકાયત કરી અને પોલીસ મથકે લાવી તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ હાથ ધરતા તે ગેરકાયદેસર હથિયાર કોની પાસેથી લાવ્યો કોને આપવા જઈ રહ્યો હતો તે વિશે જાણકારી રૂરલ પોલીસે મેળવી હતી ત્યારે પકડાયેલો ઈસમ દાહોદ તાલુકાના વાંદરીયા ગામના પટેલ ફળિયામાં રહેતો હોવાનું જણાવ્યું હતું તેની પાસેથી ચાર જીવતા કારતુસ અને એક દેશી હાથ બનાવટનો કટ્ટો કબ્જે કરી રૂરલ પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી…
Editor & Chief Naeem Munda Editor:-Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે અમારો સંપર્ક કરો તેમજ સમાચારોની માહિતી આપવા માટે અમારો નીચે આપેલા મોબાઈલ નંબરો ઉપર સંપર્ક કરો 9879867333…9427846262