બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

મધ્યપ્રદેશમાં ટ્રક લઈને ગયેલા દાહોદના ડ્રાઈવર ક્લીનરનું વીજ કરંટ લાગવાથી મોત, પરીવારમાં માતમ…

રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ

મધ્યપ્રદેશના શેરવી ગામે વીજ લાઈનને ટ્રક અડી જતા દાહોદના બે યુવકોના ઘટના સ્થળે મોત પરીવારમાં માતમ

દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા વિસ્તારમાં રહેતા સાદિક શબ્બીર હાસા ટ્રક ડ્રાઇવર અને વણકરવાસ વિસ્તારમાં રહેતા સાજીદ ખાન બેરખાન શેખ ટ્રક ક્લીનર મળતી માહિતી મુજબ ગુજરાતથી બે દિવસ અગાઉ મધ્યપ્રદેશમાં માલ ભરીને ગયા હતા અને મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાંથી માલ ભરીને ગુજરાત તરફ લાવવાનો હતો ત્યારે બાલાઘાટ જિલ્લાના પરસવાડા તાલુકાના ચાંગોટોલા શેરવી ગામમાં રહેતા પ્રહલાદ ભાઈ બોપચેના ગોડાઉન ઉપર ડાંગર ભરવા માટે GJ=20=X 8555 નંબરની ટ્રક લઈને ગયા હતા અને ત્યાંથી રવિવાર 28 – 07 – 2024 ની તારીખે સવારના 10 વાગ્યે ગુજરાત આવવા માટે નીકળ્યા તે સમયે બાલાઘાટ જિલ્લાના શેરવી ગામ નજીક પહોંચતા રસ્તામાંથી પસાર થતી 11 kv ની હેવી વીજ લાઈન સાથે ટ્રકની પાછળનો ઉપરનો ભાગ અડી જતા ધડાકા સાથે અવાજ આવતા ટ્રેકનો ચાલક અને ક્લીનર બન્ને લોખંડની પટ્ટી પકડીને ભાગવા જતા બન્ને યુવકોને હેવી વીજ કરંટ સ્પર્શી જતા બન્ને આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજી જવા પામ્યા હતા અને વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જયારે આ ઘટનાની જાણ સ્થાનિક ચાંગોટોલા પોલીસ મથકે કરાતા ત્યાંના ડ્યુટી પર હાજર પોલીસ સબ ઇન્સ્પેક્ટર દિલીપ કરણે પોતાની ટીમ સાથે ઘસી આવ્યા હતા અને વીજ કર્મચારીઓને બોલાવી વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરાવી ટ્રક ડ્રાઇવર સાદિક હાસા અને ક્લીનર સાજીદ શેખની ડેડબોડીઓને સરકારી હોસ્પિટલ પીએમ અર્થે મોકલયા બાદ આ ઘટનાની જાણ મરણ જનાર બન્ને યુવકોના દાહોદના પરીવાર જનોને કરાતા બન્ને પરીવારોના લોકોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને પરીવાર મોતના સમાચાર સાંભળી માતમમાં ફેરવાયો હતો જોકે દાહોદના ગાડી માલિક અને ટ્રક ડ્રાઇવર તેમજ ક્લીનરના લાગતા વળગતા લોકો મધ્યપ્રદેશના બાલાઘાટના શેરવી ગામે જવા રવાના થયા હતા

દાહોદના બે યુવકોના મોત મામલે સ્થાનિક ધારાસભ્યએ દુખ વ્યક્ત કર્યું

જ્યાં આ ઘટનાને પગલે સ્થાનિક ધારાસભ્ય મધુ ભગત પણ ઘટના સ્થળે પહોંચી વીજ વિભાગની સામે નારાજગી દર્શાવતા જણાવ્યું હતુંકે મારા મત વિસ્તારમાં જેટલી પણ જગ્યાએ આવા પ્રકારની વીજ લાઈનો નીચે લટકી રહી છે તે તમામ વીજ લાઈનોને ત્વરિત પણે ઉંચી કરી અને લોકોની જાનની સલામતીનું હીત જાળવવા માટેનું કાર્ય કરવામાં આવે આ ઘટના બની છે તે ખુબજ દુખ દાયી છે આવા પ્રકારની ઘટના બીજી વાર ન બનવી જોઈએ વીજ વિભાગની લાપરવાહીના લીધે બે યુવકોના મોત નીપજ્યા છે જો આજ પ્રકારે લાપરવાહી વર્તવામાં આવશે અન્ય કેટલાક લોકો પણ આનો ભોગ બનશે અને નિર્દોષ લોકો મોતને ભેટશે તેવી નારાજગી દર્શાવી વીજ વિભાગનો સ્થાનિક ધારાસભ્ય મધુ ભગતે ઉઘડો લીધો હતો

દાહોદના બે યુવકોના મોત મામલે પરીવારમાં માતમ છવાયો

દાહોદના બન્ને આશાસ્પદ યુવકોના મોત નીપજવાની ઘટનાથી વિસ્તારમાં ગમનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો અને બન્ને યુવકોના પરીવાર જનોમાં માતમ છવાયો હતો જોકે બન્ને યુવકો ગુજરાતના દાહોદ જિલ્લાના રહેવાસી હોવાથી દાહોદ શહેરમાં તેમની આ ઘટનાની ખબર વાયુવેગે ફેલાતા લોકોના ટોળે ટોળા પણ જોવા મળ્યા હતા જોકે બન્ને યુવકોની ડેડબોડી મધ્યપ્રદેશના સરકારી દવાખાને હોવાથી બન્નેના પોસ્ટમોર્ટમ થવા પછીજ સવને પરીવારજનોને સોંપવામાં આવશે

Editor & Chief Naeem Munda

Editor Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત આપવા માટે અમારો સંપર્ક કરો અથવા સમાચારોની જાણકારી આપવા માટે નીચે આપેલા મોબાઈલ નંબર પર જાણ કરો
9427846262…9879867333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें