બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:-અર્બન હોસ્પિટલ ખાતે વર્લ્ડ હિપેટાઇટિસ ડે અંતર્ગત અવરનેસ કેમ્પેઇન તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

રીપોર્ટ :- નઈમ મુન્ડા 

અર્બન હોસ્પિટલ દાહોદ ખાતે વર્લ્ડ હિપેટાઇટિસ ડે અંતર્ગત અવરનેસ કેમ્પેઇન તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

“ઇટ્સ ટાઇમ ફોર એકશન “થીમ અંતર્ગત વર્લ્ડ હિપેટાઇટિસ ડે ની ઉજવણી

તા ૨૬/૦૭/૨૦૨૪ના રોજ વર્લ્ડ હિપેટાઇટિસ ડે ની ઉજવણીના ભાગરૂપે નેશનલ વાઇરલ હિપેટાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે હેલ્થ ફાઉન્ડેશન રીસર્ચ સેન્ટર અને એસ.આર.કડકિયા સ્કૂલ ઓફ નર્સિંગ તથા ટી. આઇ પ્રોજેક્ટ અને દિશા ડાપકું તથા ઝાયડસ બ્લડ બેંકના સહયોગથી અવરનેશ કેમ્પેઈન તથા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો આ કાર્યક્રમના મુખ્ય મહેમાન માન. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત એચ આઇ વી ટીબી ઓફિસર ડૉ આર. ડી. પહાડીયા તથા સંસ્થાના વડા પ્રમુખ સંદીપ શેઠ, ઉપપ્રમુખ અનિલભાઈ દેસાઈ, સંસ્થાના મંત્રી તેમજ ટી. આઈ. પ્રોજેક્ટ ડાયરેક્ટર નીરેન શાહ, સહમંત્રી વિકાસભાઈ ભુતા, સહમંત્રી ઉમેશભાઈ શાહ,એસ. આર. કડકીયા સ્કૂલ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ કે. એલ. લતા મેડમ હાજર રહ્યા હતા.

હિપેટાઇટિસ કઈ રીતે ફેલાય છે

પ્રદુષિત પાણી અને ખોરાક

અસુરક્ષિત લગાવવામાં આવેલ સોય સિરીંજથી

તપાસ વિનાનું સંક્રમિત લોહી ચઢાવવાથી

માતાથી નવજાત શીશુને
અસુરક્ષિત જાતીય સંબંધો
રેઝર અને ટૂથબ્રશ અદલા બદલી
ઉપરોકત લક્ષણો દ્વારા ફેલાય છે

આ કાર્યક્રમમાં નર્સિંગ સ્કૂલના આચાર્ય એ હિપેટાઇટિસ વિશે માર્ગદર્શન આપ્યું એચ આઇ વી ટીબી ઓફીસર હિપેટાઇટિસ વિશે વાત કરતા જણાવ્યું કે ચેપગ્રસ્ત સોય અને શાહીનો ઉપયોગ કરવાથી હિપેટાઇટિસ બી અને સી ફેલાય છે તમામ સગર્ભા બહેનોનું હિપેટાઇટિસ પરીક્ષણ કરવામાં આવે છે અને વધુમા વધુ સામાન્ય લોકો પણ આ ટેસ્ટ કરાવે તેવું આહવાન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી એ હિપેટાઇટિસ રસી બાળકોને જન્મના ૨૪ કલાકની અંદર જ આપવામા આવે છે અને જે પણ સગર્ભા બહેન પોઝિટિવ હૉય તેનાં આવનાર બાળકને હિપેટાઇટિસથી બચાવવા માટે ઇમ્યુનોગ્લોબ્યુલીન ઈન્જેકશન આપવામા આવે છે અને બાળકને તેનાથી બચાવવામાં આવે છે વધુમા વધું આ રોગથી બચવા માટે લોકો જાગૃત રહો સુરક્ષિત રહો એ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
ઉપરોકત બ્લડ ડોનેશન કેમ્પમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકાના હેલ્થ ઓફિસર દવારા પણ બ્લડ ડોનેશન કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો આ કેમ્પની અંદર કુલ ૫૧ યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું
આમ આ કાર્યક્રમમાં એસ.આર. કડકિયા નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, દિશા ડાપકું સ્ટાફ, ટી.આઇ પ્રોજેક્ટ સ્ટાફ , વિહાન સંસ્થાનો સ્ટાફ ઝાયડસ બ્લડ બેંક સ્ટાફ અને આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો.

Editor & Chief Naeem મુન્ડા

Editor :- Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત આપવા માટે તેમજ સમાચારોની માહિતી આપવા માટે આપ આ મોબાઈલ નંબરો ઉપર સંપર્ક કરો

9427846262…9879867333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें