રીપોર્ટ :- નઈમ મુન્ડા
દાહોદ LCB પોલીસે રોઝમના ઈસમને 8 જીવતા કારતુસ સાથે રામપુરા ગામેથી હાથ બનાવટના દેશી કટ્ટા સાથે ઝડપી પાડ્યો
દાહોદ LCB પોલીસ દાહોદના વિસ્તારોમાં પેટ્રોલિંગમાં નીકળી હતી ત્યારે LCB પોલીસના પીઆઈ સંજય ગામેતીને બાતમી મળી હતીકે રોઝમ ગામે રહેતો રાહુલ ચીમન બારીયા તેની પાસે રહેલા ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો કટ્ટો અને 8 જીવતા કારતુસ લઈને રામપુરા ગામેથી માતવા વાળા રસ્તે જઈ રહ્યો છે તેવી બાતમી આધારે LCB પોલીસે રામપુરા ગામે માતવા જવાના રસ્તે વોચ ગોઠવી અને બાતમીમાં દર્શાવેલા ઈસમને રોકી તેની તલાશી લેતા તેની પાસેથી LCB પોલીસને દેશી હાથ બનાવટનો કટ્ટો અને 8 જીવતા કારતુસ મળી આવ્યા હતા LCB પોલીસે તે યુવકની અટકાયત કરી ઉપરોક્ત મુદ્દામાલ કોની પાસેથી અને કયા કારણોસર લાવ્યો હતો તે અંગે તપાસ હાથ ધરવા યુવકને રૂરલ પોલીસ મથકે સુપરત કરી તેની સામે પોલીસે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી