બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:-ગાંધીનગરમાં 22 લાખનો હાથફેરો કરી ગઢોઈ ઘાટીમાં ભાગ બટાઈ કરતા ત્રણ ઈસમોને LCB પોલીસે ઝડપી પાડ્યા…

રીપોર્ટ :- નઈમ મુન્ડા

ગાંધીનગરમાંથી 22 લાખ ઉપરાંતની ઘરફોડ ચોરી કરી લાવી દાહોદની ગઢોઈ ઘાટીમાં ભાગ બટાઈ દરમિયાન ત્રણ ઈસમોને દાહોદ LCB પોલીસે ઝડપી પાડ્યા

દાહોદ જિલ્લાના ત્રણ ઈસમોએ થોડા દિવસો અગાઉ ગાંધીનગરના દહેગામમાં આવેલી કોસ્મેટિકની કંપનીની જી-હાઈઝન્સ પ્રોડક્ટ્સની ઓફિસમાંથી 22 લાખ ઉપરાંતની ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો જયારે ગાંધીનગરના પોલીસ મથક ખાતે આ ગુનો અંડીટેક્ટ ગુનો હતો જયારે ત્યાંના ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસે જોતા ત્રણેય ઈસમોના મોઢા બાંધેલા હતા એટલે પોલીસ માટે આમને પકડી પાડવા પડકાર જનક હતા જયારે દાહોદ પોલીસે ચોરીની ઘટનાના ફૂટેજ મેળવી અને હ્યુમન સોર્સ તેમજ ટેક્નિકલ એનાલિસિસ થકી આ ત્રણેય ઈસમોની ચાલવાની ઢબથી પોલીસે તેમને ઓળખવામાં સફળતા સાપડી હતી જયારે આ ત્રણેય ઈસમોને હ્યુમન સોર્સના માધ્યમથી માહિતી એકત્રિત કરવાનું જાણવા મળ્યું ત્યારે દાહોદ LCB ના પીઆઈ સંજય ગામેતીને બાતમી મળી હતીકે આ ત્રણેય ઈસમો દાહોદની ગઢોઈ ઘાટીમાં ભેગા થવાના છે તે બાતમીના આધારે LCB પોલીસના પીઆઈ સંજય ગામેતીના માર્ગદર્શન હેઠળ lcb ના પીએસ આઈ મનોજ ડામોર અને ધનવાન બારૈયાની ટીમે દરોડા પાડતા આ ત્રણેય ઈસમો ચોરીના મુદ્દામાલની ગઢોઈ ઘાટીમાં ભાગ બટાઇ કરતા હતા જયારે પોલીસે તેમને પકડ્યા ત્યારે તેમની પાસેથી ચોરીના રોકડા 5 લાખ 29 હજાર રૂપીયા મળી આવ્યા હતા જયારે પકડાયેલા ઈસમોમાંથી રૂમાલભાઈ કાલિયાભાઈ પલાસ રહેવાસી આંબલી ખજુરિયા ખાડા ફળિયું અન્ય બીજો ઈસમ ભારતાભાઈ નાનીયાભાઈ પલાસ રહેવાસી આંબલી ખજુરિયા ખાડા ફળિયું અને તીજો ઈસમ નટુભાઈ નબળાભાઈ ચૌહાણ રહેવાસી નાની ખરજ બાંડીખેડા ફળિયું આ ત્રણેય ઈસમોને દાહોદ LCB પોલીસે ઝડપી પાડી 1069 જેટલી ભારતીય બનાવટની ચલણી નોટો તેમની પાસેથી કબ્જે લીધી હતી જેની કિંમત 5.29 લાખનો ચોરીનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો જયારે નાની ખરજ ગામે રહેતો નટુ નબળા ચૌહાણ અગાઉ દાહોદ ટાઉનમાં એક અને નવસારી પોલીસ મથકની હદમાં ચોરીના ચાર ગુનાઓમાં પકડાય ચુક્યો છે

ભારતા નાનીયા પલાસ ધાનપુરમાં પ્રોહીબીશનના એક ગુનામાં અને ગરબાડામાં 307 અને 394 114 મુજબના ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે

રૂમાલ કાલિયાભાઈ પલાસ ગરબાડામાં એક 307 ના ગુનામાં અને જેસાવાડામાં 302 ના ગુનામાં અને જેસાવાડામાં 324 ના ગુનાઓમાં ઝડપાઈ ચુક્યો છે

Editor & Chief Naeem Munda
Editor Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત અને સમાચાર આપવા માટેની જાણકારી આ મોબાઈલ નંબર ઉપર આપો

9427846262
9879867333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें