દાહોદ જિલ્લામાં ચોમાસાના વરસાદની ધમાકેદાર એન્ટ્રી ધરતીપુત્રોમાં ખુશી
દાહોદ જિલ્લામાં છેલ્લાય કેટલાય દિવસોથી વરસાદ ખેંચાયો હતો આખરે આજે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદે એન્ટ્રી આપતા અને ખેતી લાયક વરસાદ વરસતા જગતનો તાત ખુશ ખુશાલ જોવા મળ્યો હતો
દાહોદ જિલ્લાના 4 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદની દિવસ દરમિયાન એન્ટ્રી દેખવા મળી હતી જયારે અન્ય 5 જેટલા તાલુકાઓમાં વરસાદ ધીમીધારે વરસયો હતો જેમાં ઝાલોદ તાલુકામાં 57 mm જેટલો વરસાદ ખાબક્યો હતો દેવગઢ બારીયામાં 47 mm વરસાદ ખાબક્યો હતો જેમાંતો દેવગઢ બારીયાના નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા તેમજ લીમખેડા તાલુકામાં 34mm જેટલો વરસાદ જોવા મળ્યો હતો અને સીંગવડ તાલુકામાં 24mm વરસાદ વરસ્યો હતો સાથેજ દાહોદ તાલુકાની વાત કરીએ તો દાહોદ તાલુકામાં પણ ઓછો વરસાદ વરસ્યો હતો 31 mm વરસાદ વરસતા ખેડુતો ચિંતા તુર બન્યા હતા સંજેલી તાલુકામાં 15mm વરસાદ વરસ્યો હતો ઉપરાંત અન્ય તાલુકાઓમાં ઓછો વરસાદ નોંધાયો હતો દાહોદમાં વરસાદી માહોલ બનેલો રહેતા તાપમાન પણ ઓછું રહેવા પામ્યું હતું જેમાં 25 ડિગ્રી તાપમાન વચ્ચે દાહોદ વાસીઓને ઠંડકનો અહેસાસ પણ થયો હતો
આ ઉપર મુકેલો વિડિઓમાં આપ જોઈ શકો છો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલી ટીટોડી નદીમાં નવા નીર આવતા ઝાલોદ અને સંજેલી વચ્ચેનો મુખ્ય માર્ગ બંધ થવા પામ્યો હતો જેમાં ઉપરવાસમાં વધુ વરસેલા વરસાદે નદી નાળાઓમાં નવા નીરના વધામણાં કર્યા હતા અને ટીટોડી નદી બે કાંઠે વહેતી થઈ હતી ત્યારે સંજેલી અને ઝાલોદ જવા માટેનો ઓવર બ્રિજનો નદી પરનો માર્ગ બંધ થઈ જતા વાહન વ્યવહાર પણ ખોરવાઈ જવા પામ્યો હતો અને તંત્ર દ્રારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ ખડકી દેવામાં આવી હતી વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્રારા સતત નજર બનાવી રાખી હતી જેથી કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીમાં ન મુકાય અને પોતાની જાન જોખમમાં ન મુકે તેથી સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ બંદોબસ્ત પણ મુકી દેવામાં આવ્યો હતો
Editor & Chief Naeem Munda
Editor Faizan Khan
તમારા ધંધા રોજગારને આગળ વધારવા માટે અને સમાચારની માહિતી આપવા માટે અમારો સંપર્ક કરો