બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:-પ્રજાની સેવા ઉત્કૃષ્ટ રીતે નિભાવનાર પોલીસનું જિલ્લા પોલીસવડાએ સન્માનપત્ર આપી સન્માન કર્યું

રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ

દાહોદ જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા પોલીસવડાએ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા

દાહોદ જિલ્લામાં ગુના ખોરીને ડામવા માટે જે પ્રકારે પોલીસ દ્રારા કામગીરી કરવામાં આવતી હોય છે તે પ્રમાણે ગુનાખોરીને નાથવા માટે અલગ પોલીસ મથકોની હદમાં કામગીરી કરી રહેલા પોલીસ અધિકારીઓનું અને કર્મચારીઓનું સન્માન જિલ્લા પોલીસવડા દ્રારા કરવામાં આવ્યું હતું

જિલ્લામાં બનતા અલગ અલગ પ્રકારના ગુનાઓમાં પોલીસને આરોપીઓ સુધી પહોંચવા માટે કામગીરી કરવામાં આવતી હોય છે જેમાં પોલીસ અધિકારી અને તેમની ટીમના પોલીસ કર્મચારીઓ નિષ્ઠાપૂર્વકપોતાની ફરજ બજાવી આરોપીઓને પકડી જેલમાં પુરવામાં આવે છે જેમાં લુંટ ધાડ ચોરી ઘરફોડ ચોરી પ્રોહીબીશન, દારૂના કેસો પકડવા, હત્યાના ગુનાના ભેદ ઉકેલવા સાયબરનો ફોર્ડ બનેલા લોકોને મદદ કરી સાયબરના ગુનેગારોને ઝડપવા મિલકત સંબંધિત ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા તહેવારો ટાણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્તિથી જાળવવી ચૂંટણીઓમાં નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવવી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થા સુચારૂ રીતે નિભાવવી હાઈવે ઉપર થતા અકસ્માતોને રોકવાની કોશિશ કરવી આવા તમામ પ્રકારની કામગીરી અંતર્ગત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્રારા કામગીરી કરાતી હોય છે અને તેના કારણે પ્રજાને સુરક્ષા સેવા અને શાંતિ મળતી હોય છે અને જિલ્લામાં ક્રાઇમની ઘટનાઓમાં ઘટાડો જોવા મળતો હોય છે તે પ્રકારેની કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલા દ્રારા બિરદાવી અને તેમને પ્રશસ્તિપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું

દાહોદ જિલ્લાના પોલીસ હેડ ક્વાટર ખાતે જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલા અને હેડક્વાટર dysp સાજીદ રાઠોડના હસ્તે પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

દાહોદ ડિવિઝનના dysp જગદીશ ભંડારી દ્રારા બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલી ખાન નદીમાંથી મળી આવેલી યુવકની લાશ અંગે ગણતરીના કલાકોમાં હત્યાની ઘટનાનો ભેદ ઉકેલી કાઢવા અને આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી જેમાં ગત તારીખ ૭/૬/૨૦૨૪ ના રોજ રાત્રીના સમયે ખાન નદીના પુલ નીચે બનેલી અંડીટેક્ટ હત્યાના ગુનાની ગંભીરતા લઈ અને ટેક્નિકલ સોર્સ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદ થકી ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડવા માટે અંડીટેક્ટ હત્યાના ગુનાને ડિટેક્ટ કરવા બદલ પ્રશંશનીય કામગીરી અંતર્ગત જિલ્લા પોલીસવડા દ્રારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા

  1. ત્યારે દાહોદના લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એમ એલ ડામોર દ્રારા જિલ્લામાંથી પ્રોહીબીશનના ૯ જેટલા ગણનાપાત્ર કેસો શોધી કાઢી અને જિલ્લામાંથી દારૂની બદીને ડામવા માટેનું મહત્વનું અને પ્રશસનીય કામગીરી બદલ તેમને પણ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

    LCB ના અ,હેડ,કોન્સ્ટેબલ કિરીટ ભેમાભાઈ એ પોતાની ફરજ દરમિયાન આંતર જિલ્લા ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી વડોદરા શહેર અને વડોદરા ગ્રામ્ય વિસ્તારના પોલીસ મથકોના અંડીટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કર્યા તે બદલ તેમને પણ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા

    દાહોદમાં હાલમાંજ બનેલો ચકચારી દુલ્હન અપહરણ કેસમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્તિથીને ધ્યાને રાખી LCB પોલીસ મથકના પીએસ આઈ ધનવાન બારૈયાએ ગણતરીના દિવસોમાં આરોપીને મધ્યપ્રદેશના ભોપાલ ખાતેથી ઝડપી લાવવા બદલ તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા

    દાહોદ જિલ્લામાં અલગ અલગ ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા બદલ LCB ના ASI સોમાભાઈ રત્નાભાઇને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા

    દાહોદ LIB શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ તેમના તાબામાં ફરજ બજાવતા કર્મચારીઓએ ચાલુ વર્ષમાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં તેમજ વિવિધ ધાર્મિક પ્રસંગો જેમાં રામયાત્રા તાજીયા ઈદ જુલુસ જગન્નાથ રથયાત્રા વિગેરેના પ્રસંગોમાં બંદોબસ્ત માટે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્તિથી જાળવી રાખી શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો અને ધાર્મિક પ્રસંગોમાં સરસ આયોજન કરનારા પીએસ આઈ એમ એફ ડામોરની બેસ્ટ કામગીરીને બિરદાવી અને તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા

    દાહોદ, જીલ્લા એમ.ઓ.બી. શાખાની તાબા હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓએ આધુનિક અભિગમ આપનાવી ટેક્નિકલનો ઉપયોગ કરી ગુનેગારોના ગુનાહિત ઇતિહાસ તેમજ વણ શોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવા બદલ, રાજેશ છગનભાઇ પો.કો. જેસાવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાની કામગીરીને પણ બિરદાવી સન્માનિત કરાયા હતા

  1. સોફટવેર મેસા અને સ્લીપ કેપ્ચર એપ્લીકેશનનો ઉપયોગ કરી દાહોદ જિલ્લામાં મિલકત/શરીર સબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા બદલ, રાહૂલ નવલસિંહ પો.કો.બ.નં.૦૮૮૬ સિરાજ અબ્દુલ્લા શેખ,જેસાવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા

    ડી.આઇ. સોલંકી પોલીસ સબ ઇન્સ્પેકટર પીપલોદ પો.સ્ટે.વિસ્તારમાં માહે.૦૬/૨૪ માં ટ્રાફીકની મેનેજમેન્ટની અસરકારક કામગીરી કરી ગત વર્ષની સરખામણીએ ૦૬ અકસ્માતના ગુનાઓ ઘટાડવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા

    આ તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને દાહોદ જિલ્લા પોલીસ વડા ડૉ રાજદીપસિંહ ઝાલા દ્વારા પ્રશંસનીય પત્ર આપી તેઓની કામગીરીને બિરદાવી ૧૬ જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો સન્માન માટેનો કાર્યક્રમ યોજાયો હતો

    દાહોદ જિલ્લામાં પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલા દ્રારા અલગ અલગ પોલીસ મથકોમાં બનતા ગુનાઓનો રેસ્યો ઓછો કરવા અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો હોસલો બુલંદ કરવા નિષ્ઠાપૂર્વક કરેલી કામગીરીને બિરદાવી અને સન્માનિત કરાયા હતા

    જયારે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ રાજદીપસિંહ ઝાલા દ્રારા ઉત્કૃષ્ટ કામગીરી બદલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરાઈ રહ્યા હતા ત્યારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના મોઢે સ્મિત છલકાતું જોવા મળ્યું હતું

    Editor & Chief Naeem Munda

    Editor:-Faizan Khan

    તમારા ધંધા રોજગારને લોકો સુધી પહોંચાડવા માટે તેની જાહેરાત અમે કરીશું બિલકુલ સસ્તા અને વ્યાજબી ભાવે તો હમણાંજ અમારો સંપર્ક કરો

    9879867333….9427846262

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें