રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ
બાળકોને લગતા કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
દાહોદ : સમાજમાં દરેક વ્યક્તિને કાયદાકીય જ્ઞાન હોવું એ અત્યંત આવશ્યક છે. એમાંય વિશેષ કરીને બાળકોને પણ તેનું જ્ઞાન હોવું જોઇએ. બાળકોનાં અધિકારો વિશે પણ બાળકો માહિતગાર હોવા જોઈએ. બાળલગ્ન પ્રતિબંધક અઘિકારી એચ.એમ.રામાણી, જિલ્લા બાળ સુરક્ષા અઘિકારી એસ. કે.તાવિયાડના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રિન્સીપાલ એમ. ડી.ભુરીયાના સહયોગથી ગરબાડા તાલુકાના અભલોડ ગામ ખાતે આવેલ શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, અભલોડ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા બાળ સુરક્ષા એકમના ઓ. આર. ડબલ્યુ. તેજસ બારીઆ દ્વારા બાળકોને બાળકોના અધિકારો વિશે જ્ઞાન અપાયું હતું ત્યારે સુરક્ષા અઘિકારી (બિન સંસ્થાકિય સંભાળ), શ્રીમતિ આર.પી.ભુરીયા દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ વિશે સમજણ આપવામાં આવી હતી તેમજ લીગલ કમ પ્રોબેશન ઓફિસર એ. જી. કુરેશી દ્વારા પોકસો એક્ટ -૨૦૧૨ વિશે માહિતી આપવામાં આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશ નશામુકત થાય તેવું આહ્વાન કરવામાં આવ્યું છે ત્યારે કાર્યક્રમના અંતે નશા મુકત ભારત અભિયાન અંતર્ગત બાળકોએ નશા નાબૂદી માટેના શપથ પણ લીધા હતા…
Editor & Chief:- Naeem Munda
Editor:- Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત વેબસાઈટ યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર હેન્ડલ પર આપવા માટે અમારો સંપર્ક કરો… 9879867333,,,9427846262