બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:-નગરપાલિકાના પ્રમુખ નહી બદલાય,ઘરના ઝગડાનું ઘરમાં થશે સમાધાન,પ્રભારી મંત્રી ગોરધન ઝડફિયા

રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ

દાહોદ પ્રભારી મંત્રીની ટકોર પાર્લામેન્ટ્રી બોર્ડનો નિર્ણય શીરોમાન્ય…

દાહોદ નગરપાલિકામાં ચાલતો સદસ્યો વચ્ચેના વિવાદની સુનાવણી પૂર્ણ શું ફેસલો આવશે કોણ જાણે
દાહોદ પાલિકામાં સદસ્યો વચ્ચેનો આંતરિક વિખવાદ ચરમ સીમા પાર કરી ગયો છે કેટલીક ઘટનાઓ બે ઘુટો વચ્ચે યોજાવાના દ્રશ્યો પણ ફલિત થયા હતા અનેક ચડાવ ઉતાર બાદ પાલિકામાં વર્તમાન પ્રમુખનું ગુટ અને માજી પ્રમુખનું ગુટ સામ સામે છે જોકે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી અંદરો અંદરની સદસ્યો વચ્ચેની લડાયમાં દાહોદ શહેરની જનતા પીસાઈ રહી છે જોકે ભાજપ પક્ષમા એક ટ્રેન્ડ છે કે ઘરનો ઝગડો ઘરમાંજ રહેવો જોઈએ અને પાછલા બારણેથી તેનો નિકાલ કરવાની પરંપરા રહેલી છે હવે આ ઝગડાની વાત કરીએતો ભાજપ આમાં નમતું જોખવા માંગતી નથી તેનું જીવતું જાગતું ઉદાહરણ છે રાજકોટ રૂપાલા વિરોધ ભાજપ પોતાની છબી ખરડવા માંગતું નથી કારણકે દાહોદ જિલ્લાની નવ તાલુકા પંચાયતો અને એક જિલ્લા પંચાયતમાં પણ આવી પરિસ્તિથી આવીને ઉભી રહે ત્યારે ભાજપના માથેથી પાણી પસાર થાય ત્યારે તેને રોકી કોઈજ નથી શકતું તે વિચારીને ભાજપ ઉતાવળ્યું પગલું ભરવા માંગતું નથી તેનું બીજું ઉદાહરણ એ છે કે પાલિકાના સદસ્યોની વાતો સાંભળવા દાહોદ કમલમ ખાતે દોડી આવેલા પ્રભારી મંત્રી ગોરધન ઝડફિયાએ પણ રાગ આલોપી જણાવ્યું હતુંકે 10 મહિના પહેલા પાર્લામેન્ટ્રી બોર્ડે કરેલો નિર્ણય આખરી નિર્ણય છે તેને કોઈપણ બદલી શકતું નથી એટલે આ વાતથી ફલિત થઈ રહ્યું છે કે હાલના વર્તમાન પ્રમુખ બદલવાની ભાજપની કોઈજ ઈચ્છા છે નહી પ્રમુખ પક્ષના ગુટને એક પછી એક સાંભળીને પ્રમુખ બદલવાની માંગ સામે બાયો ચડાવેલા 24 સદસ્યોને સમૂહમાં સાંભળવામાં આવ્યા હતા બન્ને ગુટની રજુઆતો સાંભળી ગોરધન ઝડફિયા ગયા છે બે દિવસમાં ગુંચવાયેલું કોકડું ઉકેલવા માટેના પ્રયાસો કરાશે ત્યારે પણ કશું નીકળીને નહી આવે તો શું પ્રમુખ બદલવાની માંગ કરી રહેલું એકજ પક્ષનું ગુટ અવિશ્વાસ પ્રસ્તાવ માટેની દોટ મુકશે કે પછી કેટલાક સભ્યો રાજીનામાની હરોળમાં જોડાશે તે ફેસલો બાકી છે જો ભાજપ ખરેખર આમાં કોઈ નિરાકરણ લાવી શકતું તો બે મહિના સુધી આ અંદરો અંદરનો કલેહ ન ચાલતો અને પ્રજાના હીત માટે અને વિકાસ માટેનો માર્ગ પસંદ કરી લેતા પણ ભગવાન જાણે ભાજપનો પણ આમાં પનો ટૂંકો પડતો હોય તેમ લાગી રહ્યું છે જોકે કમલમ પર હાજર પત્રકારોએ પ્રભારી મંત્રીને પાલિકાના પ્રમુખ બદલાશે કે નહી તે અંગેના સવાલો પૂછતા તેમને ટૂંકમાં જણાવ્યું હતુંકે 10 મહિના પહેલા આપેલો પાર્લામેન્ટ્રી બોર્ડનો નિર્ણય સર્વોપરી છે એટલે આ વર્તમાન પ્રમુખ નહી બદલાય તેના આસાર છે પ્રમુખ બદલવાની માંગ કરતા 24 સુધરાઈ સભ્યોને રાજકીય પાઠની પણ શીખ અપાઈ હોય તેમ પણ જાણવા મળ્યું હતું પ્રભારી મંત્રીએ 24 સદસ્યોને એક સાથે સાંભળ્યા પરંતુ 24 સદસ્યોની સુનાવણી પૂર્ણ થતા તેમની બોડી લેંગવેજ પણ વાતાવરણને નિરાશ કરે તેમ હતી

કમલમ ખાતે બન્ને જુથના સદસ્યોની સુનવાઈ…

જોકે વર્તમાન પ્રમુખના જૂથે પણ પ્રભારી મંત્રી સમક્ષ ધારધાર રજુઆતો કરી હતી બન્ને છેડેથી થયેલી રજુઆતોનો શું ફેસલો આવશે તે તો આવનાર સમય બતાવશે ગોરધન ઝડફિયાએ આ મામલાને હલ કરવા માટેના આગળ પણ પ્રયાસો કર્યા છે પણ જાણે કેમ સિનિયર નેતા ગોરધન ઝડફિયાથી પણ આ ગુંચવાયેલું કોકડું ઉકેલાયું નહી

ચારેય ખુણે પ્રમુખ બદલવાની રજુઆત કરી આવેલા સદસ્યો શું કરશે હવે…

દાહોદ પાલિકામાં છેલ્લા બે મહિના જેટલા સમયથી સદસ્યો વચ્ચેની માથાકૂટમાં પ્રમુખ બદલવાની માંગ એક સુરે ઉઠવા પામી હતી અને હવે ગાંધીનગરથી લઈને દાહોદના કમલમ સુધીની સફર 24 સભ્યોની પૂર્ણ થઈ ગઈ છે આખરી નિર્ણય બાકી છે પરંતુ ગોરધન ઝડફિયાના એક જવાબથી લાગી રહ્યું છે કે પાર્ટી પોતાના કરેલા નિર્ણયને તોડશે નહી 24 સભ્યોને પણ હાઇકમાન્ડના નિર્ણયને માથે ચડાવી રાખવો પડશે ભાજપના ઘરનો ઝગડો છે એ ઝગડો પાડોશી સુધી ન પહોંચે તેવા પ્રયાસ ભાજપના રહેતા હોય છે એટલે ઘરમાં ખખડતા વાસણનો અવાજ પાડોશી સુધી પહોંચવા દેતા નથી તો શું આમાં પણ પ્રમુખ બદલવાની અડગ માંગ કરી રહેલા 24 સુધરાઈ સભ્યોએ પણ પાર્લામેન્ટ્રી બોર્ડના નિર્ણયને શિરોમાન્ય ગણી વર્તમાન પ્રમુખ સામે ચડાવેલી બાયો ઉતારવી પડશે પ્રમુખ સામે ઉગામેલા હથિયાર હેઠા મુકવા પડશે કે પછી પાર્ટી વિરુદ્ધ જઈને કોઈ પગલું ભરવું પડશે તે તો આવનાર સમય બતાવશે

દોઢ વર્ષ એક બીજાના ટાંટિયા ખેંચવામાંજ નીકળશે…

દાહોદ નગરપાલિકામાં ૯ વોર્ડ આવેલા છે તેમાંથી જનપ્રતિનિધિઓ 36 ચૂંટાઈને આવે છે જેમાં 5 સદસ્યો કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટાઈને આવેલા છે જેમાંથી વોર્ડ નંબર 3 ના 3 સુધરાઈ સભ્યોએ ભાજપ સાથે જોડાયા છે પરંતુ કોંગ્રેસે છુટા કર્યા નથી તેમ છતાંય ભાજપ પાસે 34 સભ્યોનું સંખ્યાબળ હોવા છતાંય એકજ પક્ષના 34 સભ્યોમાં તો નહી પરંતુ એક અથવા બે સભ્યો વચ્ચેની લડાયમાં બે ગુટ ઉભા થયા અને અનેક પ્રકારની ઘટનાઓ બન્ને પક્ષમાં બનવા પામી હતી જોકે રાજકીય જાણકારો એવું માની રહ્યા છે કે બાકી રહેલું દોઢ વર્ષ એ એક બીજાના ટાંટિયા ખેંચવામાં જ નીકળવાના છે પ્રજાના હિતના કામો ઓછા અને એમના ઝગડવાના કામો વધારે થવાના આસાર પણ લાગી રહ્યા છે એટલે ભાજપનું સંગઠન આમાં પ્રજાનું હીત વિચારી અને ઠોસ નિર્ણય લાવે તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે

Editor & Chief:- Naeem Munda
Editor:- Faizan Khan

સમાચારો માટે અને તમારા ધંધા રોજગારની જાહેરાત વેબસાઈટ યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટરહેન્ડલ પર આપવા માટે અમારો સંપર્ક કરો… 9879867333,,,9427846262

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें