રીપોર્ટ:-નઈમ મુન્ડા
દાહોદ જિલ્લાની સબ જેલ ખાતે હેલ્થ કેમ્પ યોજાયો
દાહોદ : જિલ્લા ક્ષય અને HIV અધિકારીશ્રી ડૉ. આર. ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ “વર્લ્ડ હિપેટાઈટીસ દિવસ” ઉજવણીના ભાગ રૂપે દાહોદ સબ જેલ ખાતે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રેટીયાના ડો ભાર્ગવ, લેબટેકશ્રી ડાપકું સ્ટાફ, TB તથા ICTC ના સ્ટાફ તથા જેલર અને કેદીઓ પણ હાજર રહ્યા હતા.
આ કેમ્પમાં ડો. ભાર્ગવ દ્વારા હેલ્થ કેમ્પના મુખ્ય ઉદ્દેશ્ય વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ HI V – TB- હિપેટાઈટીસ B-C વિશે પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી. જેમાં ચેપગ્રસ્ત સોય અને શાહીનો ઉપયોગ કરવાથી હિપેટાઇટિસ અને C ફેલાય છે, ટેટૂ અને કાન વિંધવા માટે સ્વચ્છ સાધનો તથા નવી સોય અને શાહીનો ઉપયોગ થાય તે સુનિશ્વિત કરવું, જાગૃત રહેવું અને સુરક્ષિત રહેવા જેવી માહિતી આપવામાં આવી હતી.
ઉપરાંત ICTC સ્ટાફ દ્વાર IEC કરી HIV/ટીબી/હિપેટાઇટિસ વિશે માહિતી આપવામાં આવી હતી. હાલમાં ચાલી રહેલા ચાંદીપુરમ વાઇરસ વિશે નપ ખાસ માહિતગાર કરવામાં આવ્યા હતા. તે અંગેની કરવામાં આવતી જરૂરી સાવચેતી માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.
Editor & Chief Naeem Munda
Editor Faizan Khan
સમાચાર અને જાહેરાત આપવા માટે આ નંબર ઉપર સંપર્ક કરો, 9427846262…9879867333