રીપોર્ટ :- નઈમ મુન્ડા દાહોદ
દાહોદ જિલ્લામાં ૦૬ ચાંદીપુરાના વાઇરસના શંકાસ્પદ બાળ દર્દીઓ મળી આવતા આરોગ્ય તંત્રમાં દોડધામના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં
આરોગ્ય તંત્ર દ્વારા ૦૬ બાળ દર્દીઓના સેમ્પલ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલતાં જેમાંથી ૦૫ દર્દીઓના સેમ્પલોના રિપોર્ટો નેગેટીવ આવતાં આરોગ્ય તંત્ર સમેત પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.
સમગ્ર ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાઈરસે હાહાકાર મચાવી રાખ્યો છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાંથી ચાંદીપુરા વાઇરસના દર્દીઓ મળી આવ્યા છે આ વાઇરસના પગલે બાળ દર્દીઓના મોત પણ નીપજ્યા છે
ત્યારે દાહોદ જિલ્લામાં પણ ચાંદીપુરા વાઇરશે પગ પેસારો કર્યો હોય તેમ લાગી રહ્યું છે દાહોદ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના ૦૬ બાળ દર્દીઓ મળી આવ્યા હતા જેમાંથી દેવગઢ બારીયા તાલુકાના અને લીમખેડા તાલુકાના બાળ દર્દીઓના મૃત્યુ પણ થયા હતા આ સિવાય લીમખેડા તાલુકાના અને દેવગઢ બારીયા તાલુકાના અન્ય ચાર દર્દીઓ મળી આવતા આ બન્ને તાલુકાઓના જ કુલ ૦૬ દર્દીઓ અત્યાર સુધી નોંધાઈ ચુક્યા છે આ તમામ સેમ્પલ લેબોલેટરીમાં ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા જેમાંથી પાંચ દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગ અને પરિવારજનોએ રાહત અનુભવી હતી લીમખેડા તાલુકાના શાસ્ટા ગામના બાળકનો રીપોર્ટ પોઝિટિવ આવતા દાહોદ જિલ્લામાં આરોગ્ય તંત્રની ટીમો દ્રારા ગામડે ગામડે જઈ આ વાઇરસને લગતી માહિતી પુરી પાડી જાગૃત કરવામાં આવી રહ્યા છે સાથે સાથે જુના અને લિપણ કરેલા કાચા મકાનોની દીવારોમાં પડેલી તિરાડોમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે ત્યારે આપ પણ પોતાના ઘર વિસ્તારોની પુરે પુરી કાળજી રાખજો અને આ ગંભીર ગણાતા વાઇરસથી પોતાના બાળકોને દૂર રાખજો તેવી અપીલ…