Editor & Chief :- Naeem Munda
Editor :- Faizan Khan
આજ ગુરુપૂર્ણિમાના પર્વ નિમિત્તે લીમડીમાં આવેલ જીવન જ્યોત વિદ્યાલય લીમડી તેમજ શ્રીમતી આરએમ દેવડા માધ્યમિક સ્કૂલના પટાંગણમાં ગુરુપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય કુલદીપભાઈ મોરી, ઈશ્વરભાઈ પટેલ શૈલેષભાઈ ભાભોર, રીટાબેન પાટીલ,
તથા શાળામાં શિક્ષણ કાર્ય કરાવતા અને ગુરુ સમાન એવા તમામ શિક્ષક મિત્રો તથા નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર
કાર્યક્રમનું સંચાલન શાળાના માધ્યમિક વિભાગના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાના મંદિરના દેવીમાં સરસ્વતીનું પૂજન કરવામાં આવ્યું હતું. અને તે બાદ શાળાના કે. જી, પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક તથા માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ પૂર્ણિમા દિવસ નિમિત્તનો મહિમા સમજાવ્યો હતો અને દરેક વિદ્યાર્થીઓને ગુરુ વિશે અનોખું જ્ઞાનઆપ્યું હતું.
અને આ દિવસ શા માટે મહર્ષિના યાદમાં
ઉજવવામાં આવે છે તેની માહિતી આપી હતી.
શાળાના આચાર્ય કુલદીપ પી મોરી વિદ્યાર્થીઓને ગુરુદક્ષિણા રૂપે એક ઉત્તમ નાગરિક બની રાષ્ટ્ર સેવા, સમાજ સેવા, કરવા ઉત્તમ રીતે અભ્યાસ કરવા, તેમજ વ્યસન ના કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. તે પછી માધ્યમિક વિભાગના શિક્ષકશ્રી પ્રિયંકાબેન હઠીલા દ્વારા ગુરુ પૂર્ણિમા દિવસ નિમિત્તે કાવ્ય ગાન કર્યું અને તે પછી કૈલાશબેન ડામોર દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.