Editor & Chief :- Naeem Munda
Editor :- Faizan Khan
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આમ આદમી પાર્ટીને મજબુત કરવા AAP ના ધારાસભ્ય ચેતર વસાવાએ દાહોદમાં બેઠક યોજી
દાહોદ જિલ્લો હાલમાં અનેક ચર્ચાઓની એરણે રહેલો જિલ્લો છે હાલમાંજ દાહોદમાંથી નકલી કચેરી કૌભાંડ તેમજ નકલી જમીનોના એનએ રિપોર્ટના ગુનાઓ નોંધાતા ચકચાર મચી હતી ત્યારે હવે આદિવાસીઓના હિતની વાત કરતા ડેડીયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકારી પ્રમુખ ચેતર વસાવા છેલ્લા કેટલાય દિવસોથી આદિવાસી વિસ્તારોની મુલાકાતો લઈ અને સંગઠન માળખાને મજબુત કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે તેજ રીતે દાહોદ આદિવાસી જિલ્લામાં પણ ચેતર વસાવાએ બેઠકો યોજી મીડિયા સમક્ષ જાણકારીઓ આપી હતી તેમાં દાહોદના ફતેપુરા લીમખેડા અને દાહોદ આ ત્રણ વિધાનસભાઓમાં તેમને પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ જોડે બેઠકો યોજી હતી જેમાંથી કેટલાક આદિવાસી સમાજના લોકો કે જે લોકો જમીનમાં સરકારી યોજનાઓમાં અને અલગ અલગ પ્રકારે ભોગ બન્યા છે તેમની રજુઆતો પણ સાંભળી હતી ત્યારે દાહોદની વાત કરતા તેમને જણાવ્યું હતુંકે આવનાર સમયમાં નગરપાલિકાઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે હમણાંથીજ જે ગંભીર રજુઆતો લઈને લોકો અમને મળવા આવી રહ્યા છે તેમાંથી દાહોદ સ્માર્ટ સીટી યોજનામાં જે બજેટ નક્કી કરાયું છે કેન્દ્ર સરકારે નાણાકીય જોગવાઈ કરી છે પરંતુ પાલિકામાં પ્રમુખ અને અન્ય સદસ્યો વચ્ચે ચાલતા અંદરો અંદરના ડખાને લઈને શહેરીજનો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટ પીવાના પાણીની સમસ્યા લઈને તેમને વિરોધ નોંધાવ્યો હતો જયારે બીજું કે દાહોદ તાલુકામાં પ્રોપર 73AA ની જમીનો પર ગેરકાયદેસર દબાણો ઉભા કરી જમીનો પડાવી લેવાય છે તે બાબતે જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણકારી આપવા માટે જણાવ્યું હતું અને સાથેજ દાહોદ જિલ્લાની ટ્રાઇબલ સબ પ્લાનની કલમ 275 અંતર્ગત 700 થી 800 કરોડ રૂપીયાનો ગત વર્ષમાં કૌભાંડો થયા છે ત્યારે આવનારી 25 મી જુલાઈએ પુરાવા સાથે રજુઆત કરવા જણાવાયું હતું ત્યારે પ્રાયોજના કચેરીમાંથી આદિ આદર્શ ગ્રામ 275 અંતર્ગત કૌભાંડ થયા છે તેમાં કામો નથી થયા અને બીલોના ચુકવણા થયા છે તે પણ પુરાવા સાથે રજુ કરવા જણાવાયું હતું અને સાથેજ મનરેગામાં સ્થાનિક પંચાયત મંત્રી દ્રારા બહાર ગામથી એજન્સી લાવી અને મટેરીયલ પુરૂ પાડશે એમ કરીને મુકી ગયા અને એ એજનસીએ પણ ગત વર્ષમાં 600 કરોડથી પણ વધારે બીલોના ચુકવણા કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને ગામના સરપંચોને પૂછતા તેમને જણાવ્યું હતુંકે એ એજન્સીના કોઈ ગોડાઉન નથી ઓફિસ નથી અને એકપણ જગ્યાએ રેતી કપચીના મટેરીયલ નાખ્યા વગરના કરોડો રૂપિયાના ચૂકવણા થયા હોવાના આક્ષેપ લગાવ્યા હતા આવી અનેક સસ્યાઓ છે અને વધુમાં જણાવ્યું હતુંકે ઉડીને આખે વળગે એવુંતો આદિવાસી નેતાઓ જેમાંથી સાંસદ જસવંતસિંહ ભાભોર પંચાયતમંત્રી બચુભાઈ ખાબડ શિક્ષણ અને આદિજાતિ મંત્રી કુબેરભાઈ ડીંડોર આ આદિવાસી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય અને કુબેર ડીંડોર પોતે શિક્ષણ મંત્રી હોય આદિજાતિ મંત્રી હોય અને આ જિલ્લાના પ્રભારી મંત્રી હોય છતાંય દાહોદ જિલ્લામાં 108 શાળાઓ એવી છે કે ત્યાં શિક્ષક એકજ છે અને એક શિક્ષકથી 108 શાળાઓ ચાલી રહી છે તમે વિચાર કરોકે 108 શાળાઓના બાળકોને એક શિક્ષક 1 થી 5 ધોરણના બાળકોને કેવી રીતે ભણાવતા હશે આ વિસ્તારમાં શાળાઓના ઓરડાઓ નથી જર્જરિત શાળાઓમાં બાળકો ભણે છે એક્લવ્ય મોડેલ શાળાની મુલાકાત લીધી 9.10.11.12 એક્લવ્ય મોડેલ શાળા ગુજરાતી મીડીયમ છે અને હમણાંજ ગુજરાત અને કેન્દ્ર સરકારની નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટની જે ભરતી એમને કરી છે તેમાં તમામ 15 જેટલો સ્ટાફ પ્રિન્સિપાલ સહિતને 147 જેટલી એકલવ્ય મોડેલ શાળામાં મુકાયો છે તમામને કોઈને ગુજરાતી લખતા વાંચતા કે સમજતા કે બોલતા આવડતું નથી તો આ પરિસ્તિથી આ જિલ્લાની છે તો આદિવાસી નેતાઓજ આદિવાસી પ્રજાનું શોષણ કરી રહ્યા છે આટલા વર્ષોથી ભાજપના નેતાઓ પ્રતિનિધિત્વ કરે છે તો આદિવાસી સમાજ માટે શું કર્યું છે એમને તો આવનાર સમયમાં આ તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ આગળ આવશે વન વિભાગના આદિ આદર્શ ગ્રામ વન વિભાગના વિકાસસીલ તાલુકાની જોગવાઈ અંતર્ગત બજેટો આવ્યા અને આ બજેટોમાં ભ્રષ્ટ્રાચાર કરાવવાના હેતુથી સ્થાનિક નેતાઓએ દબાણો ઉભા કર્યા અને તેને લઈને નાયબ વન સરક્ષક રમેશભાઈ પરમારે પોતે દુશપ્રેરણાથી આત્મહત્યા કરી છે તેની પણ તપાસ આવનાર દિવસોમાં થાય જે લોકો જવાબદાર હોય તેમના ઉપર કાર્યવાહી થાય તેવી માંગ કરાશે દાહોદમાંથી નકલી કચેરીઓ જે ઝડપાઈ છે અને તેમાં પકડાયેલા લોકોના નિવેદનો આવ્યા છે જેમાં એમને એવું જણાવ્યું છે કે અમે ફલાણા નેતાના આદેશથી આ કર્યું છે તો નેતાને કેમ આરોપી નથી બનાવવામાં આવ્યા અધિકારીઓને આરોપી બનાવાયા છે તો નેતાઓને અને એજન્સીઓને પણ આરોપી બનાવવામાં આવે તેવી માંગણી સાથે આવનાર દિવસોમાં આગળ વધવાના છે દાહોદની જનતાના પ્રશ્નોના હલ માટે આગેવાનોને સૂચન અપાયા છે અને ચેતર વસાવા પણ પોતે મેદાને ઉતરવાના છે તેને લઈને ધારાસભ્ય ચેતર વસાવાએ સરકાર અને ભાજપ ઉપર આકરા ચાબખાઓ મારી જણાવ્યું હતું અને આવનાર સમયમાં દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટી સાથે લોકોને જોડી અને સંગઠન મજબુત કરવા માટેની જે પ્રક્રિયા છે તેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના નેતાઓએ દાહોદ જિલ્લામાં કાર્યક્રમો અને બેઠકોનો દોર શરૂ કરી દેવાયો છે ત્યારે આવનાર સમયમાં દાહોદ જિલ્લાના રાજકારણમાં અનેક પ્રકારના ઉતાર ચડાવો જોવા મળશે તેમાં કોઈ બે મત નથી