Editor & Chief:-Naeem Munda
Editor:Faizan Khan
દાહોદ જિલ્લાના બે બાળકોના શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત
સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવતો ચાંદીપુરા વાયરસ ઘાતક પણ નીવડી રહ્યો છે બાળકોના સંક્રમિત થવાના કિસ્સાઓ વધી રહ્યા છે તો તેની સામે શંકાસ્પદ મોતની પણ ખબરો મળી છે ગુજરાતના દરેક જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસે પગ પેસારો કરી દીધો છે તો બાકી રહેલા દાહોદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના દર્દી મળી રહ્યા હોવાની પુષ્ટિ કરાઈ રહી છે એક તરફ સરકાર અને સ્થાનિક તંત્ર ચાંદીપુરા વાયરસને ડામવા માટે પ્રયાસ કરી રહ્યા છે તો બીજી બાજુ ખુબજ ઝડપથી ચાંદીપુરા વાયરસ દાહોદમાં પગ પેસારો કરતો હોય તેવું જણાઈ રહ્યું છે દાહોદ જિલ્લાના બે બાળકોના મોત ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ હોવાનું મનાઈ રહ્યું છે જેમાં વડોદરા અને અમદાવાદના હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા બે બાળકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ગામનો એક ચાર મહિનાના બાળકને 12 જુલાઈએ એડમિટ કરાયો હતો જયારે તે બાળક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો ભોગ બન્યો હતો જે બાળકને વડોદરાના SSG હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયો હતો જ્યાં તેની ટૂંકી સારવાર બાદ મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે
જયારે અન્ય બીજા કેસમાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સાસ્ટા ગામનો એક પરિવાર સુરેન્દ્રનગરમાં મજુરી કામ અર્થે ગયો હતો ત્યાં તેમનો પાંચ વર્ષીય બાળક બીમાર પડતા તેને અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો જ્યાં તેની પણ ટૂંકી સારવાર બાદ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ચાંદીપુરા વાયરસના પગ પેસારાથી તંત્ર હરકતમાં આવ્યું છે જેમાં આરોગ્ય વિભાગની ટીમોએ ગામડે ગામડે પહોંચી ચાંદીપુરા વાયરસ વધુ ન વકરે તેના માટે તેને નિયંત્રણમાં લેવા માટેની કાર્યવાહીઓ શરૂ કરી હોવાની જાણકારીઓ પ્રાપ્ત થઈ રહી છે અને ચાંદીપુરા વાયરસથી બચવા માટે આરોગ્ય વિભાગ લોકોના સ્ક્રીનિંગ પણ લઈ રહ્યા હોવાનું માલુમ પડ્યું છે
ચાંદીપુરા વાયરસના લક્ષણો જાણો
ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને શું થાય તો તેમાં તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે એ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે. જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડતી હોય છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળી રહ્યો છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલા દર્દીને જલ્દી ટ્રીટમેન્ટ આપવી જરૂરી છે. દર્દીઓમાં એન્સેફાલીટીસના લક્ષણો પણ દેખાવા લાગયા છે, જેનાથી દર્દી કોમામાં પણ જઇ શકે છે.
ચાંદીપુરા વાયરસ ચેપની સારવાર –
– ચાંદીપુરા વાયરસ માટે અત્યારે કોઈ ખાસ સારવાર ઉપલબ્ધ નથી.
– જો કે, આ વાયરસ ખતરનાક છે અને તેના લક્ષણો એન્સેફાલીટીસ (મગજના તાવ) જેવા જ હોવાથી દર્દીએ જેટલી જલ્દી થાય તેટલી જલ્દીની ડોક્ટર સાથે મુલાકાત લઈ સારવાર કરાવી લેવી જોઈએ.
ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાયો
– ચાંદીપુરા વાયરસથી બચવા માટે મચ્છર અને માખીઓથી બચવું જોઈએ અને તંદુરસ્ત ખોરાક લેવો મહત્વપૂર્ણ સમજવું જોઈએ.
– ચોમાસામાં ખુલ્લામાં ઉપલબ્ધ ખોરાક પર માખીઓ બેસી જાય છે,તેવો ખોરાક લેવાનું ટાળવું જોઈએ જેના કારણે આ ખાદ્ય પદાર્થો તમને આ જીવલેણ રોગનો શિકાર પણ બનાવી દે છે.
– આ વાયરસથી પોતાને બચાવવા માટે સ્વચ્છતા અને સાવચેતી રાખવી જરૂરી છે.