બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:બુટલેગરો ઓક્સિજન ટેન્કરમાં વિદેશી દારૂ ભરીને લઈ જતા LCB પોલીસના હાથે ઝડપાય ગયા... દાહોદના 5 પીએસઆઈ ને મળ્યું PI નું પ્રમોશન, ગુજરાતના 159 પીએસ આઈને અપાયું છે પ્રમોશન દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ

દાહોદમાં તાજીયાના જુલુસમાં મોટો હાદસો બનતા ટળ્યો, પાંચ બાળકોને લાગ્યો હતો કરંટ…

Editor & Chief Naeem Munda 

Editor Faizan khan 

 

શું દાહોદમાં પણ તાજીયાના જુલુસમાં મોટી હોનારત થઈ શકતી હતી તાજીયાના જુલુસમાં જોડાયેલા નાના નાના બાળકોને બ્રિજની પર લાગેલી રેલિંગને અડકી લેતા કરંટના ઝટકા લાગતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા

ગુજરાતમાં લાપરવાહીના કારણે અનેક હોનારતો સર્જાતી હોય છે ત્યારે દાહોદમાં પણ તાજીયાના જુલુસમાં મોટી હોનારત થતા બચી હતી એકબાજુ દાહોદમાં તારીખ 18 મી ની રાત્રીએ ગોદીરોડ વિસ્તારમાંથી મુસ્લિમ સમાજના લોકો તાજીયાનું જુલુસ લઈને તાજીયા વિસર્જન માટે જઈ રહ્યા હતા જે તાજીયાના જુલુસમાં યુવાઓ બાળકો મહિલાઓ યુવતીઓ સહિતના લોકો જોડાયેલા હતા ગોદીરોડ ખાતેથી જુલુસ નીકળીને દાહોદના છાબ તળાવ ખાતે જઈ રહ્યું હતું જેમાં ઝાલોદ રેલવે ઓવર બ્રિજ પરથી તાજીયાનું જુલુસ પસાર થતા ત્યાં લાગેલી લોખંડની રેલિંગને બાળક અડી જતા એક પછી એક પાંચ જેટલા બાળકોને કરંટ લાગવાની ઘટના બની હતી પરંતુ ઉપરવાળાની કૃપાથી મોટો હાદશો બનતા ટળ્યો હતો જેમાં ઓવર બ્રિજ ઉપર ઉતરાયણના સમયગાળા દરમિયાન વાહન ચાલકોને ચાઈનીઝ દોરીથી બચાવવા માટે પાલિકા દ્રારા લોખંડનો તાર પોલ ઉપર બાંધવામાં આવ્યો હતો પરંતુ પતંગની દોરીથી તે તાર હાઇવોલ્ટેજ વીજ લાઈન પર અડી જતા તેમાથી કરંટ પસાર થઈને બ્રિજ પર લાગેલી લોખંડની રેલિંગ પર પડતા તેમાંથી કરંટ પસાર થઈ રહ્યો હતો અને બાળકોને કરંટ લાગવાની ઘટના બની હતી જોકે બીજા દિવસે જયારે તે બાળકોના માતા પીતાને આ વાતની જાણકારી થતા તેઓ રાત્રીના સમયે દાહોદના ઝાલોદ ઓવર બ્રિજ ઉપર દોડી આવ્યા હતા અને સ્થાનિક પાલિકાના કાઉન્સિલરોને પણ જાણ કરાઈ હતી તેમજ વીજ કંપનીના કર્મચારીઓને પણ જાણકારી અપાતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી રેલિંગ ઉપરથી પસાર થઈ રહેલા વીજ કરંટને બંધ કરવામાં આવ્યો હતો જોકે દાહોદમાં મોટી હોનારત થતા બચી હતી અને આ ગંભીર ઘટના બનતી તો તેનો જવાબદાર કોણ રહેતો તેવા અનેક સવાલો ઉભા થયા હતા ત્યારે આવી લાપરવાહીઓના કારણે હાદસાઓ બનતા હોય છે અને નિર્દોસ લોકો મોતને ભેટતા હોય છે સાંભળીએ સ્થાનિક કાઉન્સિલર લખણ ભાઈ રાજગોરે આ બાબતે શું સ્પષ્ટતા કરી હતી

આ વીડિયોને લઈને કોમેન્ટ બોક્ષમાં જણાવી શકો છો તેમજ મોબાઈલ એન્ડ્રોઇડ એપ્લિકેશન ડીએનએ દાહોદની અસ્મિતા હવે google play store પર ઉપલબ્ધ છે
તો અમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરો સમાચાર વાંચવા માટે અમારી વેબસાઈટ www.dnadahodniasmita.com ઉપર સમાચાર વાંચી શકો છો youtube ઉપર ડીએનએ દાહોદની અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર ડીએનએ દાહોદની અસ્મિતાને ફોલો કરો લાઈક કરો અને અમારા સમાચારોને તમારા whatsapp ગ્રુપમાં શેર કરો ફરી મળીશું નવી નવી જાણકારીઓ સાથે ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें