Gautam Gambhir In Action for His First Tournament: કોચ બનતાં જ ગંભીરે પોતાનું કડક વલણ બતાવ્યું છે. રોહિત-કોહલીના બ્રેક પર ભડકી ઉઠ્યો છે. ભારતીય ટીમ હવે પોતાના આગામી મિશનની તૈયારી કરી રહી છે. જે 27 જુલાઈએ 3 મેચની T20 અને 3 વનડેની સિરિઝ રમવા શ્રીલંકા જઈ રહી છે. ભારતીય ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીરની આ પ્રથમ ટુર્નામેન્ટ હશે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ વનડે સિરિઝમાં બ્રેક લેશે. જ્યારે T20 ઈન્ટરનેશનલમાંથી રોહિત અને કોહલીએ નિવૃત્તિ લઈ લીધી છે. આ સ્વૈછિક નિવૃત્તિ પર ગંભીર ગુસ્સે થયો છે અને તે રોહિત, કોહલી અને બુમરાહને બ્રેક આપવા માગતો નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગંભીરે રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને શ્રીલંકા વિરૂદ્ધ વનડે સિરિઝ મેચ રમવા નિર્દેશ કર્યો છે. ટી-20 વર્લ્ડ કપ બાદ આ ખેલાડીઓ બ્રેક પર છે. પરંતુ નવા હેડ કોચ ગંભીર આ ખેલાડીઓને વનડે સીરિઝ રમાડવા માગે છે. તે માને છે કે, વરિષ્ઠ ખેલાડીઓને અગાઉ ઘણો આરામ મળી ચૂક્યો છે. ગંભીર પોતાની પ્રથમ ટુર્નામેન્ટમાં અનુભવી ખેલાડીઓની મજબૂત ટીમ સાથે લઈ જવા માગે છે.