રોમાનિયાની સંસદે રીંછને મારવાની પરવાનગી આપી છે. સંસદ દ્વારા નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ આ વર્ષના અંત સુધીમાં 481 રીંછને મારી નાખવાના આદેશ છે.
રોમાનિયામાં પર્યાવરણ મંત્રાલય અનુસાર, 8 હજાર ભૂરા રીંછ છે. મોટાભાગના ભૂરા રીંછ રશિયામાં જોવા મળે છે. યુરોપમાં, રશિયા પછી રોમાનિયા બીજા ક્રમે આવે છે, જ્યાં સૌથી વધુ સંખ્યામાં ભૂરા રીંછ જોવા મળે છે. ગયા વર્ષે પણ રોમાનિયામાં સંસદે 220 રીંછને મારી નાખવાનો આદેશ આપ્યો હતો. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે બમણા રીંછ મારવાનો આદેશ છે.
મંત્રાલયે પુષ્ટિ કરી છે કે, સંસદે 481 રીંછને મારવાનો આદેશ પસાર કર્યો છે. રીંછની વસ્તી ઝડપથી વધી રહી છે. જે બાદ માનવીઓ પર હુમલા વધી ગયા છે. પરંતુ નવો કાયદો પસાર કરવાની સાથે સરકારે એ પણ કહ્યું છે કે, ભવિષ્યમાં હુમલા બંધ થશે તેની ખાતરી નથી. રોમાનિયામાં છેલ્લા 20 વર્ષમાં રીંછના હુમલામાં 26 લોકોના મોત થયા છે. તે જ સમયે, હુમલામાં 274 લોકો ઘાયલ થયા હોવાની માહિતી રેકોર્ડ પર છે
પર્યાવરણીય પ્રેમીઓ આ નિર્ણયની વિરુદ્ધ
પશુ પ્રેમીઓ અને પર્યાવરણીય પ્રેમી આ નિર્ણયની વિરુદ્ધ છે. વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડના જીવવિજ્ઞાની કેલિન આર્ડેલાઈને આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ કાયદાથી કોઈ ઉકેલ આવવાનો નથી. સરકારે રીંછની સમસ્યાઓ પર ધ્યાન આપવું પડશે. તેની સાથે નિવારણ અને હસ્તક્ષેપની જરૂર છે. એ પણ જોવાની જરૂર છે કે, રીંછ શા માટે હુમલો કરી રહ્યા છે? તે ભૂતકાળની વાત છે, જ્યારે એક 19 વર્ષનો પર્વતારોહક રીંછના હુમલામાં મૃત્યુ પામ્યો હતો. જે બાદ ફરી દેશમાં તેમની વસ્તી અને હુમલાને લઈને નવો કાયદો બનાવવાની માંગ ઉઠી હતી. રોમાનિયાની સંસદે રીંછને માનવીઓ પરના હુમલાને કારણે મારવા માટે નવો કાયદો પસાર કર્યો છે.